Not Set/ અમદાવાદ/ સગીરાનાં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી શખ્સે માંગી 15 લાખની ખંડણી

આજનાં સમયમાં લોકોની માનસિકતા ખૂબ જ નીચે આવી ગઇ છે. તાજેતરમાં સામે આવેલો કિસ્સો તેનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. જણાવી દઇએ કે, અમદાવાદનાં સરદારનગર વિસ્તારમાં રહેતી સગીરા સાથે યુવકે મિત્રતા કેળવી હતી, અને ત્યારબાદ સગીરાનાં અશ્લીલ ફોટોને મંગાવ્યા હતા. તે ફોટા તેણે પોતાના અન્ય બે મિત્રોને મોકલ્યા જેને સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ ગૃપમાં વાયરલ કરવાની ધમકી […]

Ahmedabad Gujarat
8b93b0e03651b2c0fd7da8aec7b5cfd9 અમદાવાદ/ સગીરાનાં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી શખ્સે માંગી 15 લાખની ખંડણી
8b93b0e03651b2c0fd7da8aec7b5cfd9 અમદાવાદ/ સગીરાનાં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી શખ્સે માંગી 15 લાખની ખંડણી

આજનાં સમયમાં લોકોની માનસિકતા ખૂબ જ નીચે આવી ગઇ છે. તાજેતરમાં સામે આવેલો કિસ્સો તેનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. જણાવી દઇએ કે, અમદાવાદનાં સરદારનગર વિસ્તારમાં રહેતી સગીરા સાથે યુવકે મિત્રતા કેળવી હતી, અને ત્યારબાદ સગીરાનાં અશ્લીલ ફોટોને મંગાવ્યા હતા. તે ફોટા તેણે પોતાના અન્ય બે મિત્રોને મોકલ્યા જેને સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ ગૃપમાં વાયરલ કરવાની ધમકી આપીને સગીરાનાં પિતા પાસેથી રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી.

આ મામલે સગીરાનાં પિતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સગીરાને ચાર મહિના પહેલા નિકુંજ રાઠોડ નામનાં યુવક સાથે મિત્રતા થઇ અને તેણે સગીરાનાં અશ્લીલ ફોટા મંગાવ્યા અને બે મિત્રોને આપ્યા જેમાંથી રોહિત ભાટિયા નામનાં યુવકે સગીરાનાં ઘરે તેના પિતાને સગીરાનાં અશ્લીલ ફોટા બતાવી તે ફોટા વાયરલ કરવાનું કહીને 15 લાખની ખંડણી માંગી હતી. આ મામલે સરદારનગર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.