Not Set/ ‘ટાઇગર અભી જિંદા હૈ’ નિવેદન પર દિગ્વિજયસિંહનો સિંધિયાને જવાબ, માધવરાવ સાથે મળીને કરતા હતા સિંહોનો શિકાર

શુક્રવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ‘ટાઇગર અભી જિંદા હૈ’ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘જંગલમાં એક જ સિંહ રહે છે.‘ ઉપરાંત, રાજ્યસભાનાં સભ્ય દિગ્વિજયસિંહે પોતાના અતિતને યાદ કરતા કહ્યુ કે, જ્યારે સિંહનાં શિકાર પર પ્રતિબંધ નહતો, ત્યારે તે જ્યોતિરાદિત્ય સિંધિયાનાં પિતા માધવરાવ સિંધિયાની સાથે શેરોનો શિકાર કરતા […]

India
b462ee210c84c43af5b09f01e7246f7e 1 'ટાઇગર અભી જિંદા હૈ' નિવેદન પર દિગ્વિજયસિંહનો સિંધિયાને જવાબ, માધવરાવ સાથે મળીને કરતા હતા સિંહોનો શિકાર

શુક્રવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ટાઇગર અભી જિંદા હૈનિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જંગલમાં એક જ સિંહ રહે છે.ઉપરાંત, રાજ્યસભાનાં સભ્ય દિગ્વિજયસિંહે પોતાના અતિતને યાદ કરતા કહ્યુ કે, જ્યારે સિંહનાં શિકાર પર પ્રતિબંધ નહતો, ત્યારે તે જ્યોતિરાદિત્ય સિંધિયાનાં પિતા માધવરાવ સિંધિયાની સાથે શેરોનો શિકાર કરતા હતા.

તેમણે મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની પ્રધાનમંડળનાં વિસ્તરણનાં એક દિવસ પછી સિંધિયાનાં નિવેદન પર તંજ કસ્યો છે. આ કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા સિંધિયાનાં સમર્થકોને મોટી સંખ્યામાં બેઠકો મળી છે.

આપને જણાવી દઇએ કે, મંત્રી પરિષદનાં વિસ્તરણ પછી મીડિયા સાથે વાત કરતી વખતે, સિંધિયાએ ગુરુવારે કોંગ્રેસ પર પોતાની અને તેમના સમર્થકોની છબી બગાડવાનો આરોપ લગાવતા કહ્યુ, “હું કોંગ્રેસને સંપૂર્ણ રીતે જવાબ આપીશ અને તેમાં કોઈ શંકા નથી.” પણ હું હમણાં એટલુ જ કહેવા માંગુ છું, ખાસ કરીને કમલનાથજી અને દિગ્વિજયસિંહજી ને કે ટાઇગર અભી જિંદા હૈ.”

આપને જણાવી દઇએ કે, મંત્રી પરિષદનાં વિસ્તરણ પછી મીડિયા સાથે વાત કરતી વખતે, સિંધિયાએ ગુરુવારે કોંગ્રેસ પર પોતાની અને તેના સમર્થકોની છબી બગાડવાનો આરોપ મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.