Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો પહોંચ્યો 2 લાખને પાર, શનિવારે રેકોર્ડ કેસ આવ્યા સામે

દેશભરમાં સતત વધી રહેલા કોરોનાવાયરસનાં સંક્રમણ વચ્ચે મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. શનિવારે સાંજે જારી કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7,074 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં આવતા કેસનો રેકોર્ડ છે. આ સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2,00,074 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં, […]

India
51d047bdafb65f94d14551aa1f5194a6 1 મહારાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો પહોંચ્યો 2 લાખને પાર, શનિવારે રેકોર્ડ કેસ આવ્યા સામે

દેશભરમાં સતત વધી રહેલા કોરોનાવાયરસનાં સંક્રમણ વચ્ચે મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. શનિવારે સાંજે જારી કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7,074 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં આવતા કેસનો રેકોર્ડ છે.

આ સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2,00,074 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં, આ જીવલેણ વાયરસને કારણે 295 લોકોનાં મોત થયા છે, ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 8,671 થઈ ગઈ છે. જો આપણે ફક્ત મુંબઈની જ વાત કરીએ, તો છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,163 કેસ સામે આવ્યા છે, જ્યારે 68 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા હવે વધીને 83,237 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 4,830 પર પહોંચી ગઇ છે. મુંબઇમાં 24,963 એક્ટિવ કેસ છે.

આપને જણાવી દઇએ કે, તમામ પ્રયત્નો છતા દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જારી કરેલા ડેટામાં 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 22,771 નવા કેસ નોંધાયા છે, જે પછી કુલ કેસની સંખ્યા 6,48,315 થઈ ગઈ છે. કોઈ પણ એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….