Not Set/ અમદાવાદ/ જુહાપુરામાં ડોન કાલુ ગરદન નો આતંક યથાવત, મહિલાને તલવાર દેખાડી આપી ધમકી

અમદાવાદના જુહાપુરામાં ફરી એક વાર કુખ્યાત આરોપી કાલુ ગરદનના આતંકની ઘટના સામે આવી છે. હત્યા, મારામારી, ખંડણી તેમજ હત્યાની કોશિશ સહિતના અનેક ગુનાના આરોપી કાલુ ગરદને ગઈ કાલે જુહાપુરામાં જાહેર રોડ પર પોતાના ત્રણ સાગરીતો જોડે એક મહિલાને તલવાર દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ઘબરાઈ ગયેલી મહિલાએ વેજલપુર પોલિસ મથકમાં કાલુ ગરદન, […]

Ahmedabad Gujarat
351bfd956cb152e95db0458963c0a000 અમદાવાદ/ જુહાપુરામાં ડોન કાલુ ગરદન નો આતંક યથાવત, મહિલાને તલવાર દેખાડી આપી ધમકી
351bfd956cb152e95db0458963c0a000 અમદાવાદ/ જુહાપુરામાં ડોન કાલુ ગરદન નો આતંક યથાવત, મહિલાને તલવાર દેખાડી આપી ધમકી

અમદાવાદના જુહાપુરામાં ફરી એક વાર કુખ્યાત આરોપી કાલુ ગરદનના આતંકની ઘટના સામે આવી છે. હત્યા, મારામારી, ખંડણી તેમજ હત્યાની કોશિશ સહિતના અનેક ગુનાના આરોપી કાલુ ગરદને ગઈ કાલે જુહાપુરામાં જાહેર રોડ પર પોતાના ત્રણ સાગરીતો જોડે એક મહિલાને તલવાર દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેમાં ઘબરાઈ ગયેલી મહિલાએ વેજલપુર પોલિસ મથકમાં કાલુ ગરદન, તેના બે સાગરીત પલપલ, અને ઝભો અને તેનો ભાઈ સુલતાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કાલુ ગરદનનો આતંક જુહાપુરા અને સરખેજમાં ખુબ જ વધી ગયો છે. થોડા સમય પહેલા જુહાપુરાના ફતેહવાડીમાં કાલુ ગરદન અને તેનો હરીફ સુલતાન ખાન સાથે ગેંગવોર પણ થયું હતું, જેમાં એક વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી હતી.

આ સિવાય કાલુ ગરદન સામે ભૂતકાળમાં હત્યા, હત્યા કરવાની કોશિશ, મારામારી, પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ દાખલ થયેલા છે. અને જુહાપુરામાં દારૂનો ધંધો પણ કરતો હતો. જ્યાં દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.