Not Set/ કોરોનાસંકટ/ ઘરે એકસરસાઈઝ કરવા ટેવાયેલા જિમ ખુલ્યા બાદ જીમમાં જશે..?

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. એવામાં દેશમાં અનલોક ૨.૦ની શરુઆત થઇ છે. પરંતુ હજુ પણ કેટલાક વેપાર ધંધા એવા છે કે જે હજુ બંધ છે. ત્યારે કેન્દ્ર સરકારે જિમ ને પણ બંધ રાખવાની સૂચના આપી છે. જેને પગલે જિમ સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે સરકાર લોકોને કામ સિવાય ઘરની  બહાર […]

Ahmedabad Gujarat
86e1c573c1c70b4d67abeb0700f26a6d કોરોનાસંકટ/ ઘરે એકસરસાઈઝ કરવા ટેવાયેલા જિમ ખુલ્યા બાદ જીમમાં જશે..?
86e1c573c1c70b4d67abeb0700f26a6d કોરોનાસંકટ/ ઘરે એકસરસાઈઝ કરવા ટેવાયેલા જિમ ખુલ્યા બાદ જીમમાં જશે..?

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. એવામાં દેશમાં અનલોક ૨.૦ની શરુઆત થઇ છે. પરંતુ હજુ પણ કેટલાક વેપાર ધંધા એવા છે કે જે હજુ બંધ છે. ત્યારે કેન્દ્ર સરકારે જિમ ને પણ બંધ રાખવાની સૂચના આપી છે. જેને પગલે જિમ સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે સરકાર લોકોને કામ સિવાય ઘરની  બહાર ન નીકળવા સૂચના આપી છે. સ્કૂલ-કોલેજ, ટ્યુશન ક્લાસીસ, મલ્ટીપ્લેક્સ અને જિમ વિગેરે હજુ પણ બંધ છે. જિમ બંધ રહેવાને કારણે દુનિયાભરમાં લોકો ઘરમાં જ વર્કઆઉટ કરી રહ્યાં છે. પરંતુ આના કારણે જિમ સંચાલકોની હાલત કફોડી બની છે. .જિમ ભલે બંધ હોય પરંતુ જીમ માં વસાવેલી સાધન સામગ્રીની જાળવણી કરવી ભારે પડી રહી છે.

જીમ સંચાલક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અનલોક-2 માં પણ જિમ પર લોક ડાઉન યથાવત છે. જિમ સંચાલકોની હાલત  કફોડી બની છે. બંધ જિમનું પણ ભાડું ચૂકવવું પડે છે. જીમના સાધનો સાચવવાના ફાંફા પડી રહ્યા છે. જીમના મેમ્બર પણ હવે તો લોકડાઉનનું રીફંડ માંગે છે.

જિમ ટ્રેનરોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગાઇડલાઇન સાથે જિમ ખોલવાની પરવાનગી માંગી રહ્યા છે.
સામાન્ય રીતે મોટા શહેરોમાં જીમ કલ્ચર ખુબ મોટા પાયે વિસ્તરેલું છે. અમદાવાદમાં પણ આવું જ બની રહ્યું છે. પરતું કોરોના વાયરસે જીમના બારણે તાળા લગાવી દેતા લોકો પોતાના સ્વાસ્થયની જાણવણી રાખવા હેરાન થઇ રહ્યા છે. તો બીજી બાજુ જિમ સંચાલકોને પણ જિમ બંધ હોવાથી આશરે 20-25 લાખનું નુકસાન થઇ રહ્યું છે. તો બીજી બાજુ લોકડાઉનના કારણે લોકો જાતે જ ઘરે એક્સસાઇઝ કરી રહ્યા છે. જેથી જિમ ખુલ્યા બાદ પણ લોકો જીમમાં જશે કે નહિ તેવા સવાલો જિમ સંચાલકોના મનમાં થઇ રહ્યં છે.

આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.