Not Set/ રાહુલ ગાંધીએ PM Cares Fund અને વેન્ટિલેટરને લઇને સરકાર પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ કોરોના વાયરસ સામે લડવા માટે ખરાબ ક્વોલિટીનાં વેન્ટિલેટર ખરીદીને લોકોનું જીવન જોખમમાં મૂકી રહ્યા છે. રાહુલે સમાચારને ટ્વિટ કરીને કહ્યું કે, પીએમ કેયર્સની અસ્પષ્ટતાને કારણે દેશની જનતાનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે અને લોકોનાં નાણાં હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં […]

India
bb858a0a5174c1ecec16b6b2012aac3f 1 રાહુલ ગાંધીએ PM Cares Fund અને વેન્ટિલેટરને લઇને સરકાર પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ કોરોના વાયરસ સામે લડવા માટે ખરાબ ક્વોલિટીનાં વેન્ટિલેટર ખરીદીને લોકોનું જીવન જોખમમાં મૂકી રહ્યા છે. રાહુલે સમાચારને ટ્વિટ કરીને કહ્યું કે, પીએમ કેયર્સની અસ્પષ્ટતાને કારણે દેશની જનતાનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે અને લોકોનાં નાણાં હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

તેમણે ટ્વીટ સાથે #BJPfailsCoronaFight હેશટેગનો ઉપયોગ કર્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે પીએમ કેયર્સનાં વેન્ટિલેટર ઉત્પાદક એજીવીએ નબળી ગુણવત્તાને છુપાવવા માટે સોફ્ટવેરમાં હેરાફેરી કરી છે. રવિવારે કોંગ્રેસનાં પ્રવક્તા ગૌરવ વલ્લભે ભાજપને પૂછ્યું હતું, ‘ઘણી સરકારી હોસ્પિટલોનાં ડોકટરોની નિષ્ણાત પેનલ દ્વારા અહેવાલ આપ્યો હતો કે એજીવીએ હેલ્થ કેર દ્વારા પૂરા પાડવામાં આવતા વેન્ટિલેટર હલકી ગુણવત્તાવાળા છે. સંકટની આ ઘડીમાં સરકાર નબળી ગુણવત્તાવાળા ઉપકરણો સાથે લાખો દર્દીઓનાં જીવન સાથે કેમ ચેડા કરી રહી છે?