Not Set/ અમદાવાદ/  શહેરમાં આવતીકાલે 2 લાખથી વધારે રીક્ષાના પૈડા થંભી જશે…!!

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસે વિશ્વ આખાને પોતાની ચપેટમાં લીધું છે. ત્યારે લાગુ કરવામાં આવેલા લોક ડાઉન માં માધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગની હાલત અત્યંત કફોડી બની છે. તેમાયે લોકડાઉનના કારણે ઓટો રીક્ષાનો વ્યવસાય સંપૂર્ણ પાને બંધ હાલતમાં આવતા લાખો રીક્ષા ચાલકો બેરોજગાર બન્યા છે. ત્યારે અમદાવાદ શહેરના ઓટો રીક્ષા ચાલકોની આજ રોજ એક બેઠક મળી […]

Ahmedabad Gujarat
f9f99f31d6516aae43728c92ebfbbbae અમદાવાદ/  શહેરમાં આવતીકાલે 2 લાખથી વધારે રીક્ષાના પૈડા થંભી જશે...!!
f9f99f31d6516aae43728c92ebfbbbae અમદાવાદ/  શહેરમાં આવતીકાલે 2 લાખથી વધારે રીક્ષાના પૈડા થંભી જશે...!!

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસે વિશ્વ આખાને પોતાની ચપેટમાં લીધું છે. ત્યારે લાગુ કરવામાં આવેલા લોક ડાઉન માં માધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગની હાલત અત્યંત કફોડી બની છે. તેમાયે લોકડાઉનના કારણે ઓટો રીક્ષાનો વ્યવસાય સંપૂર્ણ પાને બંધ હાલતમાં આવતા લાખો રીક્ષા ચાલકો બેરોજગાર બન્યા છે.

ત્યારે અમદાવાદ શહેરના ઓટો રીક્ષા ચાલકોની આજ રોજ એક બેઠક મળી હતી. અને પોતાની વિવિધ માંગણીઓને લઈને આવતીકાલે ૭ જુલાઈના રોજ અમદાવાદના ર લાખ કરતા વધુ ઓટો રીક્ષા ચાલકો એક દિવસની પ્રતિક હડતાલ પર ઉતરવાના છે. રીક્ષાચાલકોની હડતાલ માત્ર અમદાવાદ પૂરતી સમિતિ હશે.

લોકડાઉનમાં થયેલા આર્થિક નુકસાન તેમજ રીક્ષા ચાલકોને સહાય બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ માંગણી ન સંતોષાતા ઓટોરીક્ષા ચાલક એસોસિએશન દ્વારા આગામી 7 જુલાઈના રોજ અમદાવાદમાં હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી.

કોરોના વાયરસને કારણે જાહેર કરેલા લોકડાઉનમાં અનેક ધંધા-રોજગાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધંધા ઉદ્યોગને ફરી બેઠા કરવા માટે સરકાર દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી. આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન આપવામાં આવી રહી છે. જોકે આ લોન માટેના પુરાવા એકઠા કરવા મુશ્કેલ હોવાથી તેમાં રાહત આપવા જેવી માંગણીઓ સાથે ઓટો રીક્ષા યુનિયનો દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત અંગે સરકાર દ્વારા યોગ્ય જવાબ ન મળતા અમદાવાદના 2 લાખથી વધારે રીક્ષા ચાલકો આગામી 7 જુલાઈના રોજ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. આ દિવસે શહેરની મોટાભાગની રીક્ષાના પૈડાં થંભી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.