Not Set/ CAA પર મૌન ધારણ રાખનાર બિહારનાં CM નીતીશ કુમારનાં ગુમ થયાનાં લાગ્યા પોસ્ટર

બિહારનાં પટના શહેરમાં રાતોરાત લગાવવામાં આવેલા પોસ્ટરો દ્વારા મુખ્યમંત્રી નીતીશ કુમારને નિશાનો બનાવવામાં આવ્યા છે. બિહારનાં સીએમ નીતીશ કુમારનાં ગુમ થયા અને અદ્રશ્ય થવાના પોસ્ટરો આખા પટના શહેરમાં લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં નાગરિકતા સુધારણા બિલ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) પર ચૂપ રહેવા માટે નીતીશ કુમાર પર નિશાનો સાધવામા આવ્યો છે. કોણે આ […]

Top Stories India
pjimage 26 CAA પર મૌન ધારણ રાખનાર બિહારનાં CM નીતીશ કુમારનાં ગુમ થયાનાં લાગ્યા પોસ્ટર

બિહારનાં પટના શહેરમાં રાતોરાત લગાવવામાં આવેલા પોસ્ટરો દ્વારા મુખ્યમંત્રી નીતીશ કુમારને નિશાનો બનાવવામાં આવ્યા છે. બિહારનાં સીએમ નીતીશ કુમારનાં ગુમ થયા અને અદ્રશ્ય થવાના પોસ્ટરો આખા પટના શહેરમાં લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં નાગરિકતા સુધારણા બિલ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) પર ચૂપ રહેવા માટે નીતીશ કુમાર પર નિશાનો સાધવામા આવ્યો છે. કોણે આ પોસ્ટર લગાવ્યું તે સ્પષ્ટ નથી કારણ કે પોસ્ટરમાં કોઈ પક્ષ, સંગઠન અથવા વ્યક્તિનો ઉલ્લેખ નથી.

બિહારનાં મુખ્યમંત્રીનાં ગાયબ થવાના પોસ્ટર આર.જે.ડી. કચેરી સહિત પટનાની વીરચંદ પટેલ માર્ગ અને એરપોર્ટ રોડનાં જુદા જુદા સ્થળોએ લગાવવામાં આવ્યા છે. મંગળવારે સવારે પોસ્ટર લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. પટનામાં સ્થાનિક વહીવટ અને પોલીસ પણ મુખ્યમંત્રીનાં ગુમ થયાના પોસ્ટરથી ચોંકી ગઇ છે. વળી, સીએમ નીતીશ કુમાર વિરુદ્ધ આ પોસ્ટર પર આરજેડીની પ્રતિક્રિયા આવી છે. આરજેડીનાં ધારાસભ્ય એજ્યા યાદવે કહ્યું કે તેમની પાર્ટી આ પ્રકારની હરકતો નથી કરતી. આ રાજદને બદનામ કરવાનું કાવતરું છે. તેમણે કહ્યું કે પ્રશાસને આ મામલાની તપાસ કરવી જોઇએ.

અત્યારે તે પોસ્ટર કોણે લગાવ્યું તે જાણી શકાયું નથી. આપને જણાવી દઈએ કે નીતિશ કુમારની જેડીયુએ તાજેતરમાં સંસદનાં બંને ગૃહોમાં નાગરિકતા સુધારણા બિલ (સીએબી) ની તરફેણમાં મત આપ્યો હતો. આ અંગે પાર્ટીમાં વિરોધનાં અવાજો ઉઠ્યા હતા. જેડીયુનાં ઉપપ્રમુખ પ્રશાંત કિશોર, જનરલ સેક્રેટરી પવન શર્મા અને ગુલામ રસૂલ બલીયાબી દ્વારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, નીતિશ કુમારે પોતે આ બિલ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.