Not Set/ CAA/ દેશભરમાં આજે ચોથા દિવસે પણ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ ચાલુ

દેશભરમાં આજે ચોથા દિવસે પણ નાગરિકતા સંશોધન કાયદા(CAA)નો વિરોધ ચાલુ રહ્યો છે. શનિવારે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓ દ્વારા CAAનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પ્રવેશ પાસે સૌપ્રથમ મહિલા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં યુવકો પણ જોડાયા હતા.વિરોધ માટે એકત્ર વિદ્યાર્થીઓ ‘લડકે લેંગે આઝાદી’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર […]

Top Stories India
rupani 7 CAA/ દેશભરમાં આજે ચોથા દિવસે પણ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ ચાલુ

દેશભરમાં આજે ચોથા દિવસે પણ નાગરિકતા સંશોધન કાયદા(CAA)નો વિરોધ ચાલુ રહ્યો છે. શનિવારે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓ દ્વારા CAAનો વિરોધ કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીના પ્રવેશ પાસે સૌપ્રથમ મહિલા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં યુવકો પણ જોડાયા હતા.વિરોધ માટે એકત્ર વિદ્યાર્થીઓ ‘લડકે લેંગે આઝાદી’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

આ દરમિયાન દિલ્હીના સીલમપુરમાં દિલ્હી પોલિસે પેરા મિલિટરી ફોર્સ સાથે ફ્લેગ માર્ચ કરી હતી.

દિલ્હી પોલીસ દ્વારા ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખર આઝાદની શનિવાર બપોરે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે શુક્રવાર મોડી રાત્રે જ ચંદ્રશેખર આઝાદને કસ્ટડીમાં લીધો હતો.નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર શુક્રવાર બપોરે દિલ્હીની જામા મસ્જિદની બહાર થયેલા પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા હતા.

દિલ્હીમાં તોફાનો રોકવા માટે દિલ્હી પોલિસે યુપી અને હરિયાણા પોલિસ સાથે વાતચીત કરીને લગભગ રોજ રાત્રે બોર્ડર પર કડક પહેરો ભરી રહી છે.

એક સપ્તાહ પૂર્વે ગત રવિવારે જામિયામાં કેમ્પસમાં નાગરિકતા સંશોધન કાયદા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ત્યારબાદ દેશભરમાં તેના ઉગ્ર પડઘા પડ્યા છે. દેશમાં ઠેર ઠેર CAAનો વિરોધ જોવા મળી રહ્યો છે. લખનઉ, મેરઠ, બિહાર, ગુજરાત સહિત તમામ રાજ્યોમાં નાગરિકતા કાયદો પરત ખેંચવાની માંગ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.