Not Set/ CAA/ સોનિયા ગાંધીનું મોટું નિવેદન, સરકારની લોકોના અવાજને દબાવવાની કોશિશ

નાગરિકત્વ કાયદાને લઈને દેશવ્યાપી હોબાળો વચ્ચે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સરકારની કાર્યવાહીની નિંદા કરે છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં લોકોને સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો અને તેમની ચિંતા નોંધાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. Congress Interim President Sonia Gandhi: In […]

Top Stories India
soniya gandhi 1 CAA/ સોનિયા ગાંધીનું મોટું નિવેદન, સરકારની લોકોના અવાજને દબાવવાની કોશિશ

નાગરિકત્વ કાયદાને લઈને દેશવ્યાપી હોબાળો વચ્ચે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સરકારની કાર્યવાહીની નિંદા કરે છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં લોકોને સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો અને તેમની ચિંતા નોંધાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભાજપ સરકારે લોકોના અવાજની તીવ્ર અવગણના કરી છે, મતભેદને દબાવવા માટે નિર્દયતાથી બળનો ઉપયોગ કર્યો છે, લોકશાહીમાં આ સ્વીકાર્ય નથી. કોંગ્રેસ ભાજપ સરકારની કાર્યવાહીની નિંદા કરે છે અને વિદ્યાર્થીઓ અને નાગરિકોના સંઘર્ષમાં તેમની સાથે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, નાગરિકત્વ સુધારવાનો કાયદો ભેદભાવપૂર્ણ છે. નોટબંધીની જેમ, ફરી એકવાર દરેક વ્યક્તિને પોતાની અને તેના પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનમાં ઉભા રહેવું પડશે.

નોંધપાત્ર વાત એ છે કે, સુધારેલા નાગરિકત્વ કાયદા અંગે છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. શુક્રવારે દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં નવા નાગરિકત્વ કાયદાના વિરોધ દરમિયાન એક કાર સળગાવવામાં આવી હતી. આ પહેલા દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, અમદાવાદ, મુંબઇ સહિતના અનેક શહેરોમાં ગુરુવારે કાયદાની વિરુદ્ધ દેખાવો થયા હતા. લખનૌમાં હિંસક દેખાવો થયા હતા અને આગ ચંરપી પણ થઇ હતી, જેમાં એકનું મોત નીપજ્યું હતું. તે જ સમયે, કર્ણાટકમાં દેખાવો દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.