Not Set/ CAA નો વિરોધ પ્રદર્શન કરી રહેલા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની પોલીસે કરી અટકાયત

ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં અટકાયત કરવામાં આવી છે. તેઓ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) નો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમના સિવાય અન્ય પ્રદર્શન કરનારાઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ લોકો શહેરનાં ટાઉનહોલમાં પ્રદર્શન કરી રહ્યા હતા, જ્યાં કલમ 144 લાગુ છે. કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ ગુહાએ કહ્યું હતું કે, “પોલીસ […]

Top Stories India
Ramchandra Guha CAA નો વિરોધ પ્રદર્શન કરી રહેલા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની પોલીસે કરી અટકાયત

ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં અટકાયત કરવામાં આવી છે. તેઓ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) નો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમના સિવાય અન્ય પ્રદર્શન કરનારાઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ લોકો શહેરનાં ટાઉનહોલમાં પ્રદર્શન કરી રહ્યા હતા, જ્યાં કલમ 144 લાગુ છે. કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ ગુહાએ કહ્યું હતું કે, “પોલીસ મને કસ્ટડીમાં લઈ ગઈ છે કારણ કે, હું ગાંધીજીનું પોસ્ટર પકડીને બંધારણ વિશે પ્રેસ સાથે વાત કરી રહ્યો હતો.”

Image result for ramchandra guha

આ કાયદાનાં વિરોધમાં દેશનાં ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ કાયદાને કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં સતામણીનો સામનો કરી રહેલા બિન-મુસ્લિમ સમુદાયો માટે ભારતીય નાગરિકત્વ લેવાનું સરળ બન્યું છે. વળી વિરોધ કરી રહેલા લોકો કહે છે કે આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરી રહ્યો છે અને તે બંધારણનું ઉલ્લંઘન છે.

Image result for ramchandra guha

બેંગલુરુ પોલીસે આ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપી ન હોતી, તેમ છતા શહેરમાં માર્ચ નિકાળવામાં આવી રહી હતી. આ પછી સવારથી જ મોટા માર્ગો પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રામચંદ્ર ગુહા પણ પ્રદર્શનકારીઓ સાથે માર્ચમાં જોડાયા હતા, ત્યારબાદ પોલીસે ગુહા સહિત 30 લોકોને અટકાયતમાં લીધા હતા. આ સમય દરમિયાન પ્રદર્શનકારીઓ પોલીસ સાથે ઘર્ષણ પણ કરી ચૂક્યા છે. જો કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

આ મામલે કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાનું કહેવુ છે કે, નાગરિકતા કાયદાનાં વિરોધમાં જે પ્રદર્શન થઇ રહ્યુ છે, તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. મુસ્લિમોની સંભાળ રાખવી એ અમારી ફરજ છે. દરેકને શાંતિ જાળવવા અપીલ છે. જો કોંગ્રેસનાં નેતાઓ આ રીતે વિરોધ પ્રદર્શનનું સમર્થન કરતા રહેશે તો તેમને પરિણામ ભોગવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.