અમદાવાદ/ સોશિયલ મિડીયા પર આપઘાત કરવાની પોસ્ટ કરનારા લોકોના જીવ બચાવતી સીઆડી ક્રાઈમ

સોશિયલ મીડીયાનો વ્યાપ એટલો વધી ગયો છે કે કેટલાક લોકો આપઘાત કરવા બાબતની સ્ટોરી કે પોસ્ટ મુકવા લાગ્યા છે. આ પ્રકારના બનાવો અટકાવવા સીઆડી ક્રાઈમની સ્ટેટ

Top Stories Ahmedabad Gujarat
આપઘાત

સોશિયલ મીડીયાનો વ્યાપ એટલો વધી ગયો છે કે કેટલાક લોકો આપઘાત કરવા બાબતની સ્ટોરી કે પોસ્ટ મુકવા લાગ્યા છે. આ પ્રકારના બનાવો અટકાવવા સીઆડી ક્રાઈમની સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા એન્ટી બુલીંગ યુનિટની ટીમ બનાવી છે. જેમાં આપઘાત કરવા અંગેની સ્ટોરી કે પોસ્ટ કરનારા વ્યક્તિઓનો ડેટા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ તરફથી સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના એન્ટી બુલીંગ યુનિટને મોકલવામાં આવે છે. આ ઈનપુટને આધારે એન્ટી બુલીંગ યુનિટ (એબીયુ) તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે છે.

આ પ્રકારના કેસ જોઈએ તો અમદાવાદ શહેરનો એક યુવક નોકરી છુટી જતા છ મહિનાથી બેકાર હતો. બીજી નોકરી ન મળતા યુવકને માતાપિતા તરફથી નોકરી ન કરવા તથા રાત્રે મોડા ઘરે આવવા બાબત અવારનવાર ઠપકો મળતો હતો. જેને કારણે મનમાં લાગી આવતા યુવકે ઝેરી દવા પીતો હોવાની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર મુકી હતી. આ ઈનપુટ એબીયુની ટીમને મળતા તપાસમાં આ યુવક ઈસનપુરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક શહેર પોલીસ કંટ્રોલ રૃમમાં ઈમેલ તથા ફોનથી જાણ કરી હતી. જેમાં ઈસનપુર પોલીસની ટીમ યુવકના ઘરે પોહંચી ત્યારે તેણે ઝેરી દવા પીધી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તાત્કાલિક તેના માતાપિતાને જાણ કરી યુવકને સારવાર અર્થે એલજી હોસ્પિટલ મોકલી સારવાર અપાવી હતી. આમ પોલીસની સમયસુચકતાને કારણે તેનો જીવ બચી ગયો હતો.

અન્ય બનાવમાં સુરતના મહુવા તાલુકાની એક 23 વર્ષની યુવતીને તેના પતિ દ્વારા ઘર ચલાવવા પૈસા આપવામાં આવતા ન હતા. તે સિવાય એક વર્ષની દિકરીની પાલનની જવાબદારી પણ યુવતીના માથે હોવાથી તે સતત ચિતામાં રહેતી હતી. આથી તેણે આપઘાત કરવાનું વિચારીને ઈનસ્ટાગ્રામ પર આત્મહત્યા કરતી હોવાની સ્ટોરી મુકી હતી. તાત્કાલિક એન્ટી બુલીંગ યુનિટને જાણ થતા ટીમે યુવતીને મોબાઈલ નંબરને આધારે તેનું સરનામુ શોધી કાઢ્યું હતું. બાદમાં મહુવા પોલીસને જાણ કરાતા પોલીસે યુવતીના ઘરે જઈને તેને બચાવી લીધી હતી. પોલીસે જરૃરી કાઉન્સીલીંગ કરીને યુવતીને એક મહિનાની રાશન કીટ પણ આપી હતી.

અરવલ્લીમાં બનેલા એક બનાવમાં એક યુવકે પડોશી યુવકો સરકારી નોકરી કરતા હોવાથી અને પોતે બેકાર હોવાથી માતાપિતા તરફથી નોકરી કરવા ઠપકો મળતો હતો. જેને પગલે માનસિક તણાવમાં રહેતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર આપઘાત કરતો હોવાની સ્ટોરી મુકી હતી. ઈનપુટ ઈન્સ્ટાગ્રામ પરથી એબીયુની ટીમને માહિતી મળતા તેમણે અરવલ્લી જીલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. બાદમાં પોલીસે તપાસ કરતા યુવક અમદાવાદના બોડકદેવમાં એક હોટેલમાં કામ કરતો હોવાનું જણાયું હતું. બાદમાં બોડકદેવ પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક હોટેલ પર જઈને યુવક કોઈ અઘટિત પગલુ ભરે તે પહોલા બચાવી લીધો હતો.

આવા અન્ય એક બનાવમાંપંચમહાલ જીલ્લામાં ભેંસોની લે-વેચ કરતા યુવકે અમદાવાદથી ભેંસો ખરીદી હતી. પરંતુ ભેસો વેચટવા જતા યોગ્ય ભાવ મળ્યો ન હતો. જેને કારણે તેને દેવુ થઈ જતા તેણે ઈન્સ્ટાગ્રામ પર આત્મહત્યા કરતો હોવાની સ્ટોરી મુકી દીધી હતી. જેમાં એન્ટી બુલીંગ યુનિટે તપાસ કરી પંચમહાલ જીલ્લા પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે મોબાઈલ લોકેશનને આધારે યુવકના ઘરે જઈને તેનું કાઉન્સીલીંગ કરીને આપઘાત ન કરવાની સમજઆપી હતી.

ઉજ્જવલ વ્યાસ, ગાંધીનગર, મંતવ્ય ન્યૂઝ



આ પણ વાંચો:Land scam/વિરમગામ નળકાંઠા જમીન કૌભાંડ મામલે ઝેઝરા ગામ ખાતે ખેડૂતની બેઠક યોજાઇ

આ પણ વાંચો:Bharuch Police/ભરૂચ પોલીસે ફિલ્મીઢબે ડીઝલ ચોર ગેંગને ઝડપી પાડી!

આ પણ વાંચો:duplicate ghee/જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન પકડાયું