Not Set/ કલકત્તા હાઈકોર્ટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફટકાર્યો દંડ, લગાવ્યા આ આરોપ

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને કલકત્તા હાઈકોર્ટે દંડ ફટકાર્યો છે. ગાંગુલીની સાથે બંગાળ સરકાર અને તેના આવાસ નિગમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે….

Top Stories Sports
સૌરવ ગાંગુલીને

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને કલકત્તા હાઈકોર્ટે દંડ ફટકાર્યો છે. ગાંગુલીની સાથે બંગાળ સરકાર અને તેના આવાસ નિગમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. મામલો જમીનની ખોટી ફાળવણીનો છે. જેના કારણે હાઇકોર્ટે પૂર્વ ભારતીય કેપ્ટનને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે બંગાળ સરકાર અને હાઉસિંગ કોર્પોરેશનને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો :પાકિસ્તાનનાં દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને આવ્યો Heart Attack

કાર્યકારી હાઇકોર્ટ સીજે રાજેશ બિંદલ અને જસ્ટિસ અરિજિત બેનર્જીની ખંડપીઠે PIL પર સુનાવણી કરી અને કહ્યું કે જમીનની ફાળવણીની બાબતોમાં ચોક્કસ નીતિ હોવી જોઇએ. જેથી સરકાર આવી બાબતોમાં દખલ ન કરી શકે. હકીકતમાં, સૌરવ ગાંગુલીની શૈક્ષણિક સંસ્થાને બંગાળ સરકારે નિયમો વિરુદ્ધ કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં જમીન આપી હતી. PIL માં BCCI પ્રમુખ અને ગાંગુલી એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીને શાળા માટે ફાળવવામાં આવેલી 2 એકર જમીન પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :સંજુ સેમસને લીધી શિખર ધવનની જગ્યા, મેળવ્યો Orange Cap પર કબ્જો

બેન્ચે કહ્યું કે દેશ હંમેશા ખેલાડીઓ માટે ઉભો રહે છે. ખાસ કરીને જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. એ વાત સાચી છે કે સૌરવ ગાંગુલીએ ક્રિકેટમાં દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ જ્યારે કાયદા અને નિયમોની વાત આવે છે ત્યારે બંધારણમાં બધું સમાન છે. કોઈ તેના ઉપર હોવાનો દાવો કરી શકે નહીં. 2016 માં આ જમીનની ફાળવણીને પડકારતી એક PIL દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાને સાત વિકેટ હરાવ્યું,પાંચ હાર બાદ મેળવી જીત

આ મામલો સૌપ્રથમ કલકત્તા હાઇકોર્ટમાં આવ્યો હતો. ત્યારબાદ સૌરવ ગાંગુલીએ કાનૂની મુશ્કેલી ટાળવા માટે જમીન પરત કરવાનો નિર્ણય કર્યો અને તેને પણ પરત કરી દીધો. ત્યારબાદ બીજા જામીન આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેની સામે ફરી એક વખત હાઇકોર્ટમાં કેસ નોંધાયો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ કિસ્સામાં પણ સૌરવને ટેન્ડર વગર અને ઓછા ખર્ચે જમીન આપવામાં આવી હતી. આ કાનૂની મુશ્કેલી બાદ સૌરવે જમીન પરત કરી હતી.

આ પણ વાંચો :શિક્ષિત દેશોએ ભારતને અનુસરવું ન જોઇએઃ શાહિદ આફ્રિદી