Not Set/ કેલિફોર્નિયામાં લાગેલી આગમાં 50,000 લોકોનું સ્થળાંતર,

શુક્રવારે લોસ એન્જલસની ઉત્તરે ખીણમાંથી પથરાયેલા અમેરિકાના કેલિફોર્નિયામાં આગે ભયંકર વિનાશ વેર્યો છે. સરકારે ઇમરજન્સી જાહેર કરી દીધી છે, અંદાજે 500 મકાનો બળીને ખાખ થઇ ગયા છે, અને 50,000 લોકોનું અન્ય સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે, આગ જંગલમાંથી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી જતા કરોડો ડોલરનું નુકસાન થયું છે, જંગલનો 5000 એકર જેતો વિસ્તારમાં આગ ફેલાઈ હોવાને […]

World
vatava 1 કેલિફોર્નિયામાં લાગેલી આગમાં 50,000 લોકોનું સ્થળાંતર,

શુક્રવારે લોસ એન્જલસની ઉત્તરે ખીણમાંથી પથરાયેલા અમેરિકાના કેલિફોર્નિયામાં આગે ભયંકર વિનાશ વેર્યો છે. સરકારે ઇમરજન્સી જાહેર કરી દીધી છે, અંદાજે 500 મકાનો બળીને ખાખ થઇ ગયા છે, અને 50,000 લોકોનું અન્ય સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે, આગ જંગલમાંથી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી જતા કરોડો ડોલરનું નુકસાન થયું છે, જંગલનો 5000 એકર જેતો વિસ્તારમાં આગ ફેલાઈ હોવાને  કારણે વન્ય જીવો પણ આ આગની અડફેટે આવી ગયા છે. અનેક પ્રાણીઓનાં મોત થયા છે.

 તંત્ર દ્વારા આગ બુઝાવવા 500 ફાયર ફાઇટર અને હેલિકોપ્ટરની મદદ લેવાઇ છે. સરકારી અધિકારીના જણાવ્યાં મુજબ ઉત્તરી કેલિફોર્નિયાના વાઇન કન્ટ્રી વિસ્તારમાં લાગેલી આગ હજુ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ વિસ્તારમાંથી લોકોને અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે, સાથે સાથે  રસ્તાઓ પણ બંધ કરી અને  વિજળીનો પુરવઠો પણ બંધ કરી દેવમાં આવ્યો છે.  વિસ્તારમાં આગને કારણે ભારે પવનને કારણે જંગલમાંથી રહેણાંક વિસ્તાર સુધી આગ પ્રસરી છે. જેથી અનેક ગાડીઓ અને મકાનો ખળીને ખાખ થઇ ગયા છે.

સત્તાવાળાઓએ બધી જાહેર શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો, અને મુખ્ય ફ્રીવે બંધ થવાથી કલાકોનો ટ્રાફિક છવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.