Not Set/ આને કહેવાય પડતા પર પાટુ, કોર્ટનો આદેશ – ભાજપ નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનો અંગે ક્રાઇમ બ્રાંચ 15 દિવસમાં રિપોર્ટ કરે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉગ્ર આક્ષેપો થયા હતા. મંગળવારે દિલ્હીની કોર્ટે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરુદ્ધ તેમના દાવાત્મક ભડકાઉ નિવેદનોની વિરુદ્ધ માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટી (સીપીઆઈ-એમ) નેતા બ્રિંદા કરાતની ફરિયાદ પર ક્રાઈમ બ્રાંચને 15 દિવસની અંદર એટીઆર અથવા એક્શન રિપોર્ટ આપવા માટે કહ્યું છે. […]

Top Stories India
at pv આને કહેવાય પડતા પર પાટુ, કોર્ટનો આદેશ - ભાજપ નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનો અંગે ક્રાઇમ બ્રાંચ 15 દિવસમાં રિપોર્ટ કરે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉગ્ર આક્ષેપો થયા હતા. મંગળવારે દિલ્હીની કોર્ટે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરુદ્ધ તેમના દાવાત્મક ભડકાઉ નિવેદનોની વિરુદ્ધ માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટી (સીપીઆઈ-એમ) નેતા બ્રિંદા કરાતની ફરિયાદ પર ક્રાઈમ બ્રાંચને 15 દિવસની અંદર એટીઆર અથવા એક્શન રિપોર્ટ આપવા માટે કહ્યું છે.

મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પહુજાએ ક્રાઈમ બ્રાંચ દ્વારા રિપોર્ટ ફાઇલ કરવા માટે માંગેલી આઠ અઠવાડિયાની સમય મર્યાદાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ મામલો સંવેદનશીલ છે. આ કેસની સુનાવણી હવે 26 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે થશે. આ સાથે જ ન્યાયાધીશે ક્રાઈમ બ્રાંચને જો કોઈ ગુનો નોંધાયો નહીં હોય તો વિગતવાર રિપોર્ટ નોંધાવવા સૂચના આપી હતી.

કરાતે ભાજપના નેતાઓ વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવા, વિશ્વાસ ભંગ કરવા અને ગુનાહિત ધમકી આપવાનો આરોપ લગાવતો કેસ દાખલ કર્યો હતો. અનુરાગ ઠાકુર પર આરોપ છે કે તેમણે દિલ્હીના રિથલા વિસ્તારમાં એક રેલીને સંબોધન કરતી વખતે ભડકાઉ ભાષણ કર્યા હતા. એવો આરોપ છે કે તેમણે સ્ટેજ પરથી દેશના દેશદ્રોહીઓને… નું સૂત્ર આપ્યું હતું. તે જ સમયે, પ્રવેશ વર્મા પર આક્ષેપ કર્યો હતો કે તેમણે કહ્યું હતું કે, તેમના સંસદીય મત વિસ્તારમાં સરકારી જમીન પર જે પણ મસ્જિદો બનાવવામાં આવશે તે ખાલી કરાશે. ચૂંટણી પંચે પણ બંને નેતાઓ પર પ્રતિબંધો લગાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.