Politics/ મોદી સરકારને ફેલ ગણાવતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, રાફેલ, તેલ, PSU-PSB નો કર્યો ઉલ્લેખ

દેશમાં વધતી મોંઘવારીને લઇને સામાન્ય નાગરિકો ખૂબ પરેશાન થઇ ગયા છે. ત્યારે આજે આ ભાવ વધારાને લઇને કોઇ એવો બૂલંદ અવાજ ઉઠી રહ્યો હોય તેવુ ઓછુ જોવા મળી રહ્યુ છે.

Top Stories Trending
RahulGandhi PTI1 મોદી સરકારને ફેલ ગણાવતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, રાફેલ, તેલ, PSU-PSB નો કર્યો ઉલ્લેખ

દેશમાં વધતી મોંઘવારીને લઇને સામાન્ય નાગરિકો ખૂબ પરેશાન થઇ ગયા છે. ત્યારે આજે આ ભાવ વધારાને લઇને કોઇ એવો બૂલંદ અવાજ ઉઠી રહ્યો હોય તેવુ ઓછુ જોવા મળી રહ્યુ છે. જો કે વિપક્ષમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાની એક પણ તક છોડતા નથી. આજે ફરી એકવાર તેમણે ટ્વીટ કરી મોદી સરકાર પર આકરા શાંબ્દિક પ્રહારો કર્યા છે.

રાજકારણ / હેમંત સરમાનું વિવાદિત નિવેદન, કહ્યુ- ગુનેગાર ભાગવાનો પ્રયત્ન કરે તો Encounter કરવુ યોગ્ય

જ્યારથી મોદી સરકાર આવી ત્યારથી તેણે પોતાના વાયદાઓ પૂરા કર્યા હોય તેવુ ઓછુ જોવા મળ્યુ છે. જેને લઇને રાહુલ ગાંધી સતત આ સરકાર પર ટ્વીટ મારફતે અથવા પોતાના નિવેદનથી આલોચના કરતા રહે છે. ત્યારે આજે સવારે ફરી એકવાર રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, ‘મિત્રો’ વાળુ રાફેલ છે, ટેક્સ વસૂલી-મોંઘુ તેલ છે, PSU-PSB નીં આંધળી સેલ છે, સવાલ કરો તો જેલ છે, મોદી સરકાર__ છે!’

આ પહેલા કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ‘રાફેલ’ સોદાને લઈને મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. તે આ મામલે સતત ટ્વીટ કરી રહ્યા છે. તેમણે સોમવારે પોતાના ટ્વિટમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાફેલ ડીલ, મોદી સરકાર અને અંબાણીનાં નામ લેવામાં આવ્યા છે. આ વીડિયો ટીવી ચેનલનો છે. જે શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે, સાચુ ક્યારે ચુપ રહી શકતુ નથી, ‘મોડિયા’થી વિપરીત. # રાફેલ કૌભાંડ

CBSE નો નિર્ણય / વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા, જાણો પૂરી વિગત

આ પહેલા પણ રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોલ દ્વારા લોકોને પૂછ્યું હતું કે, મોદી સરકાર JPC તપાસ માટે કેમ તૈયાર નથી? આ પોલમાં રાહુલ ગાંધીએ 4 વિકલ્પો પણ આપ્યા હતા.

જે નીચે મુજબ હતા…

– guilt conscience
– મિત્રોને પણ બચાવવાનાં છે
– JPC ને RS બેઠક જોઈતી નથી
– આ બધા વિકલ્પો યોગ્ય છે.

જેમાં મહત્તમ લોકોએ ચોથો વિકલ્પ (63.2%) પસંદ કર્યો છે.

થર્ડ વેવનો ભરડો / UKમાં 24 કલાકમાં 27,300 કેસ, નિયંત્રણો ઘટાડવાની તૈયારી વચ્ચે ચિંતા

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીનું આ ટ્વિટ 59 હજાર કરોડ રૂપિયાનાં આ સોદામાં કથિત કૌભાંડની ન્યાયિક તપાસનાં આદેશ આપ્યા પછી આવ્યું છે. ફ્રાન્સની સરકારે પણ આ મામલાની તપાસ માટે વિશેષ ન્યાયાધીશની નિમણૂક કરી છે. જે બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી મોદી સરકાર પર જોરદાર કટાક્ષ કરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે દસ્તાવેજો બતાવે છે કે વચેટિયાઓને કરોડો રૂપિયા મળ્યા છે. પાર્ટી આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૌન પર પણ સતત સવાલ ઉભા કરી રહી છે.