Not Set/ સુરેન્દ્રનગર ખાતે દિવ્યાંગો માટે કેમ્પનું આયોજન કરાયું…

સંવેદનશીલ સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળી રહે એવા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગોને રેલવેનો પાસ કાઢી આપવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Gujarat
3 12 સુરેન્દ્રનગર ખાતે દિવ્યાંગો માટે કેમ્પનું આયોજન કરાયું...

સંવેદનશીલ સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળી રહે એવા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગોને રેલવેનો પાસ કાઢી આપવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને રેલવેમાં મુસાફરી માટેનો પાસે તાત્કાલિક મળી રહે એવા હેતુથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦ જેટલા દિવ્યાંગો એ હાજર રહી લાભ લીધો હતો જે તમામને રેલવેનો મુસાફરી પાસ સ્થળ ઉપર તાત્કાલિક કાઢી આપવામાં આવ્યો હતો ત્યારે દિવ્યાંગો એ પણ જણાવ્યું હતું કે આ કેમ્પના આયોજન થી એક જ સ્થળે તાત્કાલીક પાસ મળી રહે છે.

જ્યારે સામાન્ય રીતે પાસ કઢાવવા માટે અલગ-અલગ ઓફિસોમાં ધક્કા ખાઇને રાહ જોવી પડતી હોય છે ત્યારે એક જ સ્થળે તાત્કાલીક લાભ મળે એવા આ પ્રકારના આયોજન કરવા બદલ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.