Ahmedabad/ કેન્સરને કર્યુ કેન્સલ, જાણો એક Survivor ની કહાની

આજે 4 ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” આ દિવસે લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Ahmedabad Gujarat
PICTURE 4 33 કેન્સરને કર્યુ કેન્સલ, જાણો એક Survivor ની કહાની

આજે 4 ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” આ દિવસે લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ કઇ રીતે ઘટાડી શકાય, દર્દી કેન્સર સામે મકક્મતાથી લડત આપી શકે તે માટે દર વર્ષે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ બે-બે વખત  કેન્સરને માત આપનાર અમદાવાદની કેન્સર સર્વાઇવર અર્ચના ચૌહાણની કહાની પર.

‘ હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું, હું કેન્સર સામે લડત આપી તેને મ્હાત આપીશ.’’આ જુસ્સાએ અર્ચનાના પરિવારને જુસ્સો વધાર્યો. “કેન્સર એટલે કેન્સલ” એ ગેરમાન્યતાઓથી દૂર થઇને કેન્સરની સમયસર નિદાન કરાવીને તેની સારવાર કરાવવી અર્ચનાએ જીવન દાન મેળવ્યું.”કેન્સર” શબ્દ કાને ગૂંજે ત્યારે ઘણાંય દર્દીઓ, પરિવારજનો પડી ભાંગે છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી તેનો સામનો કરવાનો છે. જો યોગ્ય સારવાર મળે અને પરિવારનો સાથ મળે તો કેન્સર જેવી ગંભીર બીમારીને મહાત આપી શકાય છે. અર્ચનાની કેન્સરની સારવાર દરમ્યન તેમને સૌથી વધુ સાથ તેમના પતિ,તેમની માતા અને તેમની બહેન નો રહ્યો છે. અને સૂના સાથ સાથે અર્ચનાએ કેન્સર સામેનો જંગ જીતી ગયા.

વર્ષ 2019નો ઓગસ્ટ મહિનો અર્ચના ચૌહાણ અને તેમના પરિવાર માટે ભૂકંપનો આંચકો લઈને આવ્યો. અચાનક જ અર્ચનાની તબિયત બગડી અને ડોક્ટર પાસે તાપસ કરાવવા ગયા. જ્યાં તેમને જાણ થઇ કે તેમને ગર્ભાશયના મુખનું કેન્સર છે. સમાચાર સંભારતની સાથેજ અર્ચના સહીત તમામ પરિવાર પડી ભાંગ્યો. પરંતુ તેજ સમયે અર્ચનાએ રડવા અને લડવાના વિકલ્પ માંથી લડવાનું પસંદ કર્યું અને પરિવારને હિમ્મત આપીને કેન્સરની સારવાર સારું કરવી. અને કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપી. રેડીશન થેરેપી. કીમો થેરેપી અને સર્જરી કરાવીને એચનાએ પ્રથમ વખતના કેન્સરને માત આપી. જુઓ શું કહે છે અર્ચના ચૌહાણના પતિ.

મોટાભાગના દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે જ સારવાર માટે હોસ્પીટલનો સપર્ક સાધતા હોય છે. પરંતુ સમયસર, વહેલા નિદાન અને સારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવી શકાય છે. અર્ચનાને વર્ષ 2019 ની કેન્સરની સારવાર બાદ વર્ષ 2020માં કોરોના કાળમાં પણ બીજી વખતનું કેન્સર થયું. આ સમય એવો હતો કે જયારે તેમના પતિ પણ કોરોના ગ્રસ્ત હતા. જે સમયે લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. ત્યારે આવા કપરા સમયમાં પણ અર્ચનાએ હિમ્મત રાખીને એકલાજ પોતાની સારવાર શરુ કરાવી અને બીજી વખતના કેન્સરને પણ હરાવ્યું. ત્યારે જો દરેક કેન્સર પીડિત દર્દી હિમ્મત રાખે અને પરિવાર યોગ્ય સાથ આપે તો આ બીમારીથી સહેલાઇ થી લડી શકાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…