ગાંધીનગર/ વિદ્યાસહાયક ઉમેદવારોની સચિવાલય તરફ ઉમેદવારની કુચ, ગેટ નંબર 1 પર કર્યો ચક્કાજામ

સોમવારે વિદ્યાસહાયકો આક્રમક મૂડમાં ગાંધીનગર પહોંચ્યા છે અને તેમણે સચિવાલયના ગેટ નંબર 1ની બહાર રોડ પર બેસીને ચક્કાજામ કર્યો છે.

Gujarat Others
સચિવાલય
  • ગાંધીનગર વિદ્યાસહાયકોના આંદોલન યથાવત્
  • વિદ્યાસહાયકોનો આજે 15 મો દિવસ
  • સચિવાલય તરફ ઉમેદવારની કુચ
  • ઉમેદવારની કુચ કરતા ગેટ.નં.1 બંધ કરાયો
  • પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો
  • વિરોધ અટકાવવા માટે વધુ પોલીસ બોલાવી

ગાંધીનગર વિદ્યાસહાયકોના આંદોલન યથાવત્ જોવા મળી રહ્યું છે. જણાવીએ કે, વિદ્યાસહાયકોનો સોમવારે  15 મો દિવસ છે. ત્યારે આવામાં સોમવારે વિદ્યા સહાયકો આક્રમક મૂડમાં ગાંધીનગર પહોંચ્યા છે અને તેમણે સચિવાલયના ગેટ નંબર 1ની બહાર રોડ પર બેસીને ચક્કાજામ કર્યો છે.

આપને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે વિદ્યા સહાયકોની 33 ખાલી જગ્યાની જાહેરાત કરી છે, પરંતુ રાજ્યમાં 12,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું વિદ્યા સહાયક ઉમેદવારો દ્વારા માગ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખી વિદ્યા સહાયક ઉમેદવારોએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે.

રાજ્યમાં વિદ્યાસહાયકોની જાહેર માગણીઓ અને વધારાની માગણીને ધ્યાનમાં લઈને ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાસહાયક ઉમેદવારો સતત આંદોલન અને વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો:હરામીનાળાથી એક પાકિસ્તાની બોટ ઝડપાઇ, એક બોટ ભાગવામાં થઈ સફળ

આ પણ વાંચો:લો બોલો! જે યુવાનની હત્યાના આરોપમાં બે શખ્સ જેલમાં હતા તે જીવતો નીકળ્યો

આ પણ વાંચો:આજથી ગુજરાતના સરકારી ડોકટરોની હડતાળ,હોસ્પિટલની સેવાઓ ખોરવાશે

આ પણ વાંચો:વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, જાણો