Cricket/ વિરાટ કોહલીની બાબર આઝમ સાથે ન કરી શકાય સરખામણી, જુઓ આ આંકડા

ODI ક્રિકેટમાં વર્ષ 2019 થી અત્યાર સુધીમાં ભારતનાં આક્રમક બેટ્સમેન વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝ ટીમનાં બેટ્સમેન શી હોપે 37 મેચ રમી છે.

Sports
વિરાટ અનેે બાબર

સચિન તેંડુલકર ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સચિનને ​​ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિનનાં નામે ક્રિકેટમાં ઘણા રેકોર્ડ છે, જેને તોડવું દરેકનાં હાથમાં નથી.

આ પણ વાંચો – શરમજનક / વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનો આવ્યો સૌથી ખરાબ સમય, સતત હાર બાદ સમગ્ર પસંદગી સમિતિ સસ્પેન્ડ

જો કે ક્રિકેટ જગતમાં રેકોર્ડ તોડવા માટે જ બનતા રહે છે. જેમા ખેલાડીઓ પોતાના જ રેકોર્ડ તોડતા રહે છે. આજે અમે સચિન વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે સચિન તેંડુલકર પછી એવા તોફાની બેટ્સમેન કોણ છે જેણે ODIમાં સૌથી વધુ રન બનાવ્યા છે, તો ચાલો તમને જણાવીએ કે વર્ષ 2019 થી અત્યાર સુધીમાં કયા ખેલાડીએ ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે વિશ્વનાં બે બેટ્સમેન સૌથી વધુ રન બનાવવાનો ખિતાબ ધરાવે છે. તેમાં એક ભારતીય બેટ્સમેનનો પણ સમાવેશ થાય છે. ભારતીય ટીમનાં વિસ્ફોટક બેટ્સમેને એટલા રન બનાવ્યા છે કે તેની આસપાસ પણ પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમનું નામ નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનાં મામલે ભારતનું નામ છે, પરંતુ પાકિસ્તાન નથી. ODI ક્રિકેટમાં વર્ષ 2019 થી અત્યાર સુધીમાં ભારતનાં આક્રમક બેટ્સમેન વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝ ટીમનાં બેટ્સમેન શી હોપે 37 મેચ રમી છે. 37 મેચમાં આ બન્ને તોફાની બેટ્સમેનોએ 1937 રન બનાવ્યા છે. આ પ્રમાણે વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી અને શાઈ હોપનું નામ છે. બીજા નંબર પર એરોન ફિન્ચનું નામ આવે છે. તે ODIમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે. એરોન ફિન્ચે 36 મેચમાં 1814 રન બનાવ્યા છે.

2019 થી 2021 સૌથી વધુ ODI રન

ખેલાડી                 ઇનિંગ                 રન                  એવરોજ
શાઈ હોપ               37                   1937                  58.7
વિરાટ કોહલી        37                   1937                   55.34
એરોન ફિન્ચ          36                   1814                   53.35
રોહિત શર્મા           33                   1751                    54.72
બાબર આઝમ      29                    1718                   66.08

જો સૌથી વધુ રન બનાવનાર ટોપ-3 બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં ભારતીય ટીમનાં ખેલાડીનું નામ પણ આવે છે. ભારતીય ટીમનાં ઓપનર રોહિત શર્માએ 33 મેચમાં 1751 રન બનાવ્યા છે. વળી, અંતે, પાકિસ્તાન ટીમનાં ઓપનર અને કેપ્ટન બાબર આઝમે 33 મેચમાં 1751 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં / ફાઇનલમાં સિંગોપોરના લોહ કીને કિદામ્બી શ્રીકાંતને હરાવીને સિંગલ ટાઇટલ જીત્યું.સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય