Ahemdabad/ રામોલ રિંગ રોડ પરથી કાર લૂંટનાર ઝડપાયા, હથિયાર અને કાર કબ્જે કરાઈ

આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઝોન પાંચની અલગ-અલગ 6 જેટલી ટીમો અને એક ક્રાઇમની અને એસઓજીની એક ટીમ તપાસમાં લાગી હતી.

Ahmedabad Gujarat
a 135 રામોલ રિંગ રોડ પરથી કાર લૂંટનાર ઝડપાયા, હથિયાર અને કાર કબ્જે કરાઈ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના રામોલ રીંગ રોડ પરથી વાહન ચાલકને હથિયાર બતાવી કારની લૂંટ ચલાવનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ત્રણ દિવસ પહેલા અજય મહેતા નામના વેપારી રાજકોટથી આવતા પોતાના સગાને લેવા માટે રિંગરોડ પર ભત્રીજા સાથે ઉભા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ ઈસમોએ સરનામું પૂછવાના બહાને વેપારીને રિવોલ્વર જેવું હથિયાર બતાવી કાર લૂંટી ફરાર થઈ ગયા હતા.આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઝોન પાંચની અલગ-અલગ 6 જેટલી ટીમો અને એક ક્રાઇમની અને એસઓજીની એક ટીમ તપાસમાં લાગી હતી.

a 136 રામોલ રિંગ રોડ પરથી કાર લૂંટનાર ઝડપાયા, હથિયાર અને કાર કબ્જે કરાઈ

લૂંટના બે દિવસ બાદ અમરાઈવાડીમાં અવાવરુ જગ્યાએથી લૂંટમાં લઈ જવાયેલી કાર પોલીસને મળી આવી હતી પોલીસ અને એસઓજીની ટીમે આરોપીઓની શોધખોળ કરતા આ ગુનાના ત્રણમાંથી બે આરોપીઓને રાજકોટથી ઝડપી પાડયા છે.જે આરોપીઓમાં વસ્ત્રાલમાં રહેતો સુરજ ગુપ્તા અને રામોલના પ્રશાંત ચૌહાણની ધરપકડ કરાઈ છે.ત્યારે અન્ય એક આરોપીની શોધખોળ હજુ પણ કરાઈ રહી છે.

a 137 રામોલ રિંગ રોડ પરથી કાર લૂંટનાર ઝડપાયા, હથિયાર અને કાર કબ્જે કરાઈ

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે બંને આરોપીઓ નશાની ટેવ ધરાવતા હોવાથી આ કારને લૂંટીને અન્ય રાજ્યમાં વેચી દેવાનો પ્લાન બનાવ્યો હતો તેમજ બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી સુરજ ગુપ્તા સામે ૧૧ જેટલા ગુનાઓ નોંધાયા છે અને પ્રશાંત ઉર્ફે વિકી ચૌહાણ સામે એક ગુનો અગાઉ નોંધાયો છે અને બંને આરોપીઓ અગાઉ પાસા પણ ભોગવી ચુકેલા છે.પોલીસે સીસીટીવી તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડી ફરાર આરોપીઓને શોધવાની તજવીજ તેજ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો