Vadodara news/ વડોદરામાં બેદરકાર સ્કૂલ વાનચાલકને પોલીસે ઝડપ્યો

વડોદરામાં બેદરકાર સ્કૂલ વાનચાલક ઝડપાયો છે. બે વિદ્યાર્થીઓની ચાલુ વાને પડવાની ઘટના બની છે. વિદ્યાર્થીનીઓને પડવાનો વિડીયો વાઇરલ થતાં લોકોમાં બૂમરાણ મચી હતી.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 23 2 વડોદરામાં બેદરકાર સ્કૂલ વાનચાલકને પોલીસે ઝડપ્યો

Vadodara News: વડોદરામાં બેદરકાર સ્કૂલ વાનચાલક ઝડપાયો છે. બે વિદ્યાર્થીઓની ચાલુ વાને પડવાની ઘટના બની છે. વિદ્યાર્થીનીઓને પડવાનો વિડીયો વાઇરલ થતાં લોકોમાં બૂમરાણ મચી હતી. આ ઘટનાના પગલે અનેક સ્કૂલ વાન ચાલકોની પણ વાલીઓએ તપાસ કરી હતી કે તેમના સ્કૂલની વાન બરોબર છે કે નહીં.

બે વિદ્યાર્થીનીઓ ચાલુ વાને પડી જવાનો વિડીયો શુક્રવારે વાઇરલ થયો હતો. વિદ્યાર્થીનીઓનો આ વિડીયો વાઇરલ થતાં લોકો રીતસર ચોંકી ગયા હતા. પોલીસે પણ તેની સુધ લીધી હતી અને સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

આના પગલે સ્કૂલ વાન ચાલક પાસે પાકુ લાઇસન્સ ન હોવાનો ખુલાસો થયો હતો. વાનના દરવાજાનું લોક બગડી ગયું હતું. આ બગડી ગયેલું લોક વાનના માલિક ન બદલતા આ ઘટના બની હતી.

તેની વાનનો પાછળનો દરવાજો કે ચાલુ વાને ખૂલી જતા બેઠેલી બે વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ હતી. સદનસીબે વાન સોસાયટીમાંથી પસાર થતી હોવાના લીધે બંને વિદ્યાર્થીનીઓ બચી ગઈ હતી અને મોટા અકસ્માતનો ભય ટળ્યો હતો. હવે જો આ વાન આ રીતે રસ્તા પરથી જતી હોત તો બંને વિદ્યાર્થીનીઓની સ્થિતિ શું થઈ હોત તે ચિંતાનો વિષય છે. વાન ચાલકની બેદરકારી અહીં ઉડીને આંખે વળગે છે. બે વિદ્યાર્થીની પડી ગઈ હોવાની તેને જાણ સુદ્ધા નથી. લોકો કહે છે પછી તે વાહન ઊભું રાખે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:  કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો