Not Set/ રોકડમાં લેવડ દેવડ કરવા ચુકવો પડશે ચાર્જ, સરકારે બનાવેલી કમિટીએ કરી ભલામણ

નવી દિલ્હીઃ નોટબંધી બાદ લોકોને પડી રહેલી મુશ્કેલીમાં સરકાર ઘટાડો કરવાની જગ્યાએ વધારો કરી રહી છે. કેંદ્ર સરકાર આવનારા સમયમાં તમારે ટ્રાન્ઝેકશન (નાણાકીય વ્યવહાર) માટે રોકડનો ઉપયોગ કરવા ઉપર ચાર્જ આપવો પડી શકે તેમ છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સુચનો આપવા માટે બનાવવામાં આવેલી એક કમિટીએ આ ભલામણ કરી છે. અને સાથોસાથ કમિટીએ મોબાઇલ […]

India

નવી દિલ્હીઃ નોટબંધી બાદ લોકોને પડી રહેલી મુશ્કેલીમાં સરકાર ઘટાડો કરવાની જગ્યાએ વધારો કરી રહી છે. કેંદ્ર સરકાર આવનારા સમયમાં તમારે ટ્રાન્ઝેકશન (નાણાકીય વ્યવહાર) માટે રોકડનો ઉપયોગ કરવા ઉપર ચાર્જ આપવો પડી શકે તેમ છે.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સુચનો આપવા માટે બનાવવામાં આવેલી એક કમિટીએ આ ભલામણ કરી છે. અને સાથોસાથ કમિટીએ મોબાઇલ અને આધાર આધારીત સિસ્ટમ દ્વારા પેમેન્ટને સરળ બનાવવા પણ સલાહ આપી છે.

પુર્વ નાણાકીય સચિવ રતન વટ્ટલના નેતૃત્વ હેઠળની કમીટીએ આ ઉપાયોને લાગુ કરવા માટે ૩૦ થી ૯૦ દિવસની ટાઇમલાઇનનું સુચન કર્યુ છે. કમીટીનું માનવુ છે કે આ ઉપાયોથી દેશમાં રોકડના ઉપયોગમાં અડધો-અડધ ઘટાડો થઇ જશે

કમીટીએ સેન્ટ્રલ બેન્કીંગ સ્ટ્રકચરની અંદર એક સ્વતંત્ર મીકેનિઝમ બનાવવાની સાથે જ પેમેન્ટ અને સેટલમેન્ટ કાયદાઓમાં ફેરફારો કરવા પણ સુચન કર્યુ છે. કેશલેસ સોસાયટી તરફ આગળ વધવા માટે કમીટીએ રોકડના ઉપયોગને હત્તોત્સાહીત કરવાની ભલામણ કરી છે.