Not Set/ ગામડાંઓમાં ઝડપથી કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો

રાજ્યના 50થી વધુ ગામોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે

Gujarat
cc ગામડાંઓમાં ઝડપથી કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો

કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યો છે જેમાં આ વખતે ગામડાં પણ બાકાત નથી, જે ચિંતાજનક બાબત છે

કોરોનાની બીજી લહેર અતિ ભયંકર છે ઝડપથી કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે. રાજ્યના 20 શહેરોમાં કફર્યુ લગાવવામાં આવ્યા છે. અને નાના-મોટા ગામડાંના લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યાં છે. જો કે ડરની વાત એ છે કે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યો છે જેમાં આ વખતે ગામડાં પણ બાકાત નથી, જે ચિંતાજનક બાબત છે.

કોરોનાના ભયથી રાજ્યના અનેક ગાંમડાઓએ પણ સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દીધું છે

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ વણસી છે, કોરોના સંક્રમણ શહેરો મારફતે ગામડામાં ફેલાઇ રહ્યો છે. જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. કોરોનાના ભયથી રાજ્યના અનેક ગાંમડાઓએ પણ સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દીધું છે.

રાજ્યના મહાનગરોમાં કોરોના કેસો વધવાની રફતાર ડબલ સ્પીડની છે, કોરોનાના લીધે અમદાવાદ અને સુરતમાં મૃત્યુદર પણ વધારે વધી રહ્યો છે. વડોદરા, જામનગર અને રાજકોટની હાલતમાં ખુબ ખરાબ છે.

ગાંધીનગરના ખોરજ ગામમાં એક જ દિવસમાં 200 કેસો સામે આવતાં ગામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું

ગાંધીનગરમાં પણ કોરોનાની સ્થિતિ ભયજનક છે અહીંયા તો ગામડાંના કેસો ખુબ આવી રહ્યાં છે. પહેલા સિંગલ આંકડામાં કેસો નોંધાતા હતાં. પરતું હવે ડબલ ડીજીટમાં કેસો નોંધાઇ રહ્યાં છે. ગાંધીનગરના ખોરજ ગામમાં એક જ દિવસમાં 200 કેસો સામે આવતાં ગામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. ગામડાંઓ પણ હવે સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે.

રાજ્યના 50થી વધુ ગામો કે જયાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યાં લોકો સ્વયંભૂ લકડાઉન કરી રહ્યાં છે

ગામડાંમાં કેસો વધતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૃરી પગલાં લેવામાં આવશે. ટેસ્ટીંગ અન વેકસીન માટે કવાયત હાથ ધરવામાં આવશે. આરોગ્ય કર્મીઓ દરેકના ઘરનું સર્વેક્ષણ કરશે અને સીએચસી અને પીએચસીમાં 15 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી જોઇએ.

રાજ્યના 50થી વધુ ગામો કે જયાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યાં લોકો સ્વયંભૂ લકડાઉન કરી રહ્યાં છે.