Not Set/ Statue of Unityના મૂર્તિકાર રામ સુતારના ઘરેથી લાખો રૂપિયા રોકડા અને મોંઘાં ઘરેણાંની થઈ ચોરી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને પ્રદ્મ ભૂષણથી સન્માનિત મૂર્તિકાર રામ સુતાર (Sculptor Ram Sutar)ના ઘરેથી 26 લાખ રોકડા અને ઘરેણાંની ચોરી થઈ છે. આરોપ છે કે ત્રણ દિવસ પહેલા કામ પર રાખવામાં આવેલા ઘરઘાટી (Domestic Helper)એ આ કાંડને અંજામ આપ્યો છે. રામ સુતાર નોઇડા સેક્ટર-20 પોલીસ સ્ટેશનની હદ સેક્ટર-19માં રહે છે. આરોપીને દિલ્હીની એક પ્લેસમેન્ટ એજન્સીના […]

Top Stories
Master Statue of Unityના મૂર્તિકાર રામ સુતારના ઘરેથી લાખો રૂપિયા રોકડા અને મોંઘાં ઘરેણાંની થઈ ચોરી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને પ્રદ્મ ભૂષણથી સન્માનિત મૂર્તિકાર રામ સુતાર (Sculptor Ram Sutar)ના ઘરેથી 26 લાખ રોકડા અને ઘરેણાંની ચોરી થઈ છે. આરોપ છે કે ત્રણ દિવસ પહેલા કામ પર રાખવામાં આવેલા ઘરઘાટી (Domestic Helper)એ આ કાંડને અંજામ આપ્યો છે. રામ સુતાર નોઇડા સેક્ટર-20 પોલીસ સ્ટેશનની હદ સેક્ટર-19માં રહે છે. આરોપીને દિલ્હીની એક પ્લેસમેન્ટ એજન્સીના માધ્યમથી ઘરઘાટી તરીકે રાખવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા તે કામ કરવા માટે આવ્યો હતો. પોલીસ (Police)એ ફરિયાદ મળતાં કેસ નોંધી મામલાની તપાસ શરુ કરી દીધી છે.

નોંધનીય છે કે, પદ્મ ભૂષણથી સન્માનિત મૂર્તિકાર રામ સુતારનો સેક્ટર-63માં સ્ટુડિયો છે. તેઓ અત્યાર સુધીમાં 15 હજારથી વધુ મૂર્તિઓને ડિઝાઇન કરી ચૂક્યા છે. હજારો મૂર્તિઓ બનાવી ચૂક્યા છે. વર્ષ 2019માં 31 ઓક્ટોબરે તેમના દ્વારા બનાવવામાં આવેલી ભારતના ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા (Statue of Unity)નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

પદ્મ ભૂષણ રામ સુતાર નોઇડા સેક્ટર-19ના એ બ્લોકમાં રહે છે. તેઓએ દિલ્હીની એક પ્લેસમેન્ટ એજન્સીના માધ્યમથી ઓડિશા નિવાસી મદન મોહનને ઘરના કામકાજ માટે રાખ્યો હતો. રામ સુતારના ઘરમાં કામ કરનારો એક નોકર રજા પર ગયો હતો, જેના કારણે મદન મોહનને રાખવામાં આવ્યો હતો. એડીસીપી (નોઇડા ઝોન-1) રણવિજયે જણાવ્યું કે આરોપી ત્રણ દિવસ પહેલા કામ માટે આવ્યો હતો. તેના કારણે પોલીસ વેરીફીકેશન પણ નહોતું થઈ શક્યું. મંગળવારની રાત્રે આરોપી મદન મોહને કબાટના તાળા તોડીને 36 લાખ રૂપિયા રોકડા અને લાખોની કિંમતના ઘરેણાં ચોરી કરીને ફરાર થઈ ગયો.

એડીસીપીએ જણાવ્યું કે મંગળવારે મૂર્તિકાર અનિલ સુતાર પત્નીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ ગયા હતા. ઘરમાં માત્ર પિતા રામ સુતાર, દીકરી અને દીકરો હતા. ઘટનાના સમયે દીકરો માર્કેટ ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે ચોરી વિશે ખબર પડી. પોલીસ ઘરમાં અને બહાર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે. પ્લેસમેન્ટ એજન્સીના સંચાલકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એડિશનલ ડીસીપી રણવિજય સિંહે જણાવ્યું કે પોલીસની ત્રણ ટીમ તપાસ માટે બનાવવામાં આવી છે. એક ટીમ તપાસ માટે ઓડિશા ગઈ છે. ટૂંક સમયમાં મામલાનો પર્દાફાશ થઈ જશે.