Beauty Tips/ આંખો નીચેના કાળા કુંડાળા થવાના કારણો અને દૂર કરવાની Tips

આપણું એજિંગ, સ્ટ્રેસ, ઈન્ટરનલ હેલ્થ અને લાઈફ-સ્ટાઈલ તરત આંખ નીચે દેખાઈ આવે છે. માટે જ તે એરિયાને ખાસ કેરની જરુર હોય છે.

Fashion & Beauty Lifestyle
dark circle po1 આંખો નીચેના કાળા કુંડાળા થવાના કારણો અને દૂર કરવાની Tips

મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે, ડાર્ક સર્ક્લસની તકલીફ મહિલાઓને જ થતી હોય છે. પરંતુ ના, એવું નથી હોતું. પુરૂષોને પણ ઘણી વખત ડાર્ક સર્કલની સનસ્યા સતાવતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ડાર્ક સર્કલ થવા પાછળ કયા કયા કારણો જવાબદાર હોય છે? તો ચાલો આજે આપને જણાવીએ ડાર્ક સર્કલ થવાની કારણો અને તેને મટાડવા માટેના ઘરેલું ઉપચાર.. આ ઘરેલું ઉપચારથી મિનિટોમાં જ દૂર કરી શકાશે આ આંખો નીચેના કાળા કુંડાળા..

ચહેરાના અન્ય ભાગો કરતાં આંખ નીચેની ચામડી ડેલિકેટ અને પાતળી હોય છે. આપણું એજિંગ, સ્ટ્રેસ, ઈન્ટરનલ હેલ્થ અને લાઈફ-સ્ટાઈલ તરત આંખ નીચે દેખાઈ આવે છે. માટે જ તે એરિયાને ખાસ કેરની જરુર હોય છે. ડાર્ક સર્કલ 20 વર્ષની ઉંમરની આસપાસ પણ થઈ શકે છે. ડાર્ક સર્કલ દુર કરવા માટે પોષણક્ષમ અને બેલેન્સ્ડ ડાયટ જેમાં તાજા ફળો હોય, સલાડ હોય, દહીં હોય વગેરે વસ્તુઓ લેવી જોઈએ.

આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ

ડાર્ક સર્કલ થવાના 7 કારણો –

  • થાક
  • તણાવ
  • માંદગી
  • વૃદ્ધત્વ
  • વારસાગત
  • અપૂરતી ઊંઘ
  • વીટામિનની ઉણપ

ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ –
– રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને 8 કલાકની ઊંઘ અવશ્ય લો
– કાકડીની સ્લાઇસને આંખો પર 15 મિનિટ મૂકી ગરમ પાણીથી ધોઇ લો.
– બટાકા અને કાકડીના રસને રૂમાં બોળી આંખો પર 20 મિનિટ રાખી ધોઇ લો.
– લીંબુ અને ટામેટાનો જ્યુસ લગાવી ઠંડા પાણીથી ધોઇ લો.
– ફુદીનાનો રસ પણ તેમાં કારગર સાબિત થઇ શકે છે.
– સતત 2 અઠવાડિયા આંખો નીચે બદામ તેલની માલિશ કરો.