Not Set/ આ ખોરાક ખાવાથી સ્તન કેંસર થવાનો ખતરો ઘટી જતો હોય છે

કહેવાય છે કે, ફાઈબર યુક્ત ખોરાક લેવાથી ઘણી બધી બિમારીઓ દૂર ભાગે છે. બાળપણ અને યુવાનીમાં આવ્યા બાદ જો મહિલાઓ ઉચ્ચ ફાઈબર યુક્ત ખોરાક લે છે, તો તેમને સ્તન કેંસર થવાનો ખતરો ઘટી જતો હોય છે. અમેરિકામાં કરવામાં આવેલ એક સંશોધન દરમિયાન આ જાણકારી સામે આવી છે. આ સંશોધનમાં આશરે 90 હજાર મહિલાઓનો સમાવેશ કરવામાં […]

Health & Fitness Lifestyle
mahuy e1527160031344 આ ખોરાક ખાવાથી સ્તન કેંસર થવાનો ખતરો ઘટી જતો હોય છે

કહેવાય છે કે, ફાઈબર યુક્ત ખોરાક લેવાથી ઘણી બધી બિમારીઓ દૂર ભાગે છે. બાળપણ અને યુવાનીમાં આવ્યા બાદ જો મહિલાઓ ઉચ્ચ ફાઈબર યુક્ત ખોરાક લે છે, તો તેમને સ્તન કેંસર થવાનો ખતરો ઘટી જતો હોય છે. અમેરિકામાં કરવામાં આવેલ એક સંશોધન દરમિયાન આ જાણકારી સામે આવી છે. આ સંશોધનમાં આશરે 90 હજાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Image result for breast cancer

જે અંતર્ગત સંશોધકોએ સૌથી પહેલા તે મહિલાઓના ખોરાકની તપાસ કરી જે હાઈસ્કુલમાં અભ્યાસ કરતી હતી. ત્યારબાદ તેમણે 22-24 વર્ષની ઉંમર સુધી તેમના ખોરાકની તપાસ કરી. સંશોધનના તારણમાં સામે આવ્યું કે, જે મહિલાઓ નાનપણમાં અને યુવાની દરમિયાન વધુ ફાઈબર યુક્ત ખોરાકનું સેવન કરતી હતી, તેવી મહિલાઓમાં સ્તન કેંસરનો ખતરો 12-19 ટકા સુધી ઘટી ગયો. ઉચ્ચ ફાઈબરવાળા ખોરાક તમામ પ્રકારના સ્તન કેંસરના ખતરાને 16 ટકા અને માસિક ધર્મના પહેલાના સ્તન કેંસરને 24 ટકા સુધી ઓછો કરવા સાથે સંબંધિત છે. 10 ગ્રામ ફાઈબરનું પ્રતિ દિવસ સેવન કરવુ એ સ્વાસ્થ્ય માટે ફળદાયી નિવડે છે.

Image result for breast cancer

ઉદાહરણ રૂપે તમે રોજ એક સફરજન, ઘઉંની બ્રેડના બે ટુકડા અને અડધી વાટકી બીન્સ અને ઉકાળેલી કોબીજનું સેવન કરી શકો છો, જેનાથી સ્તન કેંસરનો ખતરો 13 ટકા સુધી ઓછો થઈ જાય છે. હાવર્ડના ટીએચ ચૈન સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના આ સંશોધન સાથે જોડાયેલ સંશોધકે જણાવ્યું કે, અલગ-અલગ પ્રકારના ખોરાકમાં સૌથી વધુ લાભ ફળ અને શાકભાજીમાંથી પ્રાપ્ત થયો હતો. સંશોધકોના જણાવ્યા અનુસાર, ફાઈબરયુક્ત ખોરાક એસ્ટ્રોજન હોર્મોનના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જે સ્તન કેંસર નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે.