CBI action/ લોન ડિફોલ્ટ કેસમાં CBI કોર્ટે વિજય માલ્યા સામે જારી કર્યું બિનજામીનપાત્ર

ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)ને સંડોવતા રૂ. 180 કરોડની લોન ડિફોલ્ટ કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 07 02T101615.539 લોન ડિફોલ્ટ કેસમાં CBI કોર્ટે વિજય માલ્યા સામે જારી કર્યું બિનજામીનપાત્ર

વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો. ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)ને સંડોવતા રૂ. 180 કરોડની લોન ડિફોલ્ટ કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. CBI સ્પેશિયલ કોર્ટના જજ એસપી નાઈક નિમ્બાલકરે 29 જૂને માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

વિગતવાર ઓર્ડરની નકલ સોમવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. CBIની દલીલો અને દસ્તાવેજો અને આરોપીને ‘ભાગેડુ’ હોવાને ધ્યાનમાં લેતા કોર્ટે કહ્યું કે, બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માટે આ યોગ્ય મામલો છે.

માલ્યાએ જાણી જોઈને કરી છેતરપિંડી
સીબીઆઈએ દાવો કર્યો છે કે હવે બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના પ્રમોટરે પેમેન્ટમાં ‘ઈરાદાપૂર્વક’ ડિફોલ્ટ કરીને જાહેર ક્ષેત્રની બેંકને રૂ. 180 કરોડથી વધુનું નુકસાન કર્યું છે. આ વોરંટ CBI દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે.

લંડનમાં માલ્યા
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, 2007 અને 2012 વચ્ચે તત્કાલિન કિંગફિશર એરલાઇન્સ દ્વારા IOB પાસેથી લેવામાં આવેલી લોન કથિત રીતે ડાયવર્ટ કરવામાં આવી હતી. ED દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં માલ્યાને પહેલા જ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. માલ્યા લંડનમાં રહે છે. ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું

આ પણ વાંચો: આજે NDA સંસદીય દળની બેઠક, PM મોદી સંબોધિત કરશે

આ પણ વાંચો: અમેરિકામાં 83 લાખનું ક્લેમ લેવા નકલી ડેથ સર્ટિફિકેટ બનાવ્યું, કેવી રીતે ખુલી પોલ