CBIએ બેંક ઑફ ઈન્ડિયા સાથે અંદાજે 678.93 કરોડ રૂપિયાની ઠગાઈના આરોપમાં ગુજરાતના મહેસાણા માં આવેલ કંપની વિમલ ઑઈલ અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ FIR દાખલ કર્યા બાદ 6 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અધિકારીઓના જણાવ્યા મુજબ, CBIની ટીમોએ ગુજરાતના અમદાવાદ અને મહેસાણામાં કંપની તથા ડિરેક્ટરોના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા . જેમાં CBIએ કંપનીની સાથે જ તેના ડિરેક્ટરો જયેશ ચંદુભાઈ પટેલ, મુકેશકુમાર પટેલ, મોના જિગ્નેશ આચાર્ય , દિતીન પટેલ વિરુદ્ધ FIR નોંધી છે.
CBIના પ્રવક્તા આરસી જોશીનું કહેવું છે કે, બેંક ઓફ ઈન્ડીયા અને બીજી 8 બેંકોના ગ્રુપે CBIમાં ફરિયાદ નોંધાવીને એવો આક્ષેપ કર્યો હતો કે, વિમલ ઑઈલ કંપનીના ડિરેક્ટરોએ 2014 થી 2017ની વચ્ચે ખોટી રીતે લોન લીધી હતી. જેના કારણે બેંકોને 678.93 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.
