નિર્ણય/ CBSE ધો.10ની પરીક્ષા રદ તથા ધો.12ની પરીક્ષા મુલતવી, PM મોદી અને કેન્દ્રીય શિક્ષણમંત્રીની બેઠકમાં લેવાયો નિર્ણય

આ વર્ષે CBSEની 10 મા અને 12 માની પરીક્ષાઓ હશે કે નહીં? પરીક્ષાઓ રદ થશે કે નવી તારીખો જાહેર કરવામાં આવશે? આ અંગે ઘણા વાલીઓ અસમંજસ અનુભવી રહ્યા હતા તેની વચ્ચે CBSE બોર્ડની પરીક્ષા અંગે મોટા સમાચાર પ્રાપ્ત

Top Stories India
pm new 1 CBSE ધો.10ની પરીક્ષા રદ તથા ધો.12ની પરીક્ષા મુલતવી, PM મોદી અને કેન્દ્રીય શિક્ષણમંત્રીની બેઠકમાં લેવાયો નિર્ણય

આ વર્ષે CBSEની 10 મા અને 12 માની પરીક્ષાઓ હશે કે નહીં? પરીક્ષાઓ રદ થશે કે નવી તારીખો જાહેર કરવામાં આવશે? આ અંગે ઘણા વાલીઓ અસમંજસ અનુભવી રહ્યા હતા તેની વચ્ચે CBSE બોર્ડની પરીક્ષા અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સમાચાર એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંક અને CBSE અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક બપોરે 12 વાગ્યે બોલાવી હતી. આ બેઠક અંતર્ગત કોરોના સંક્રમણ વધતાં ધો.10ની પરીક્ષા  રદ તથા ધો.12ની પરીક્ષા મુલતવી રાખવાનો  નિર્ણય લેવાયો છે.

કોરોનાથી સૌથી નાની વયના માસૂમનું મોત / સુરતમાં માત્ર 14 દિવસના બાળકને ભરખી ગયો કોરોના, પરિવારમાં છવાયો શોકનો માહોલ

હવે આગામી 1 જૂને ફરીથી બેઠક મળશે અને ત્યાં સુધી પરીક્ષા કાઢવામાં આવી છે અને વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ 15 દિવસનો સમય મળી રહેશે.CBSEનું વલણ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું હતું.વર્તમાન સમયમાં કોરોના વાયરસ એ સમગ્ર દેશમાં કાળો કહેર મચાવ્યો છે તેની વચ્ચે પહેલાં જ CBSE બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા વાતાવરણમાં તે સલામત પરીક્ષાઓ યોજવામાં સમર્થ નથી, તો સરકાર પાસે પરીક્ષાઓ રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

કોરોના સંક્રમિત / CM યોગી આદિત્યનાથને થયો કોરોના, લક્ષણો દેખતા કરવ્યો હતો ટેસ્ટ 

તમને જણાવી દઈએ કે, દેશમાં સતત માંગ કરવામાં આવી રહી છે કે CBSEની આ પરીક્ષાઓ આ વર્ષે રદ કરવામાં આવે. પ્રિયંકા ગાંધી વાડ્રા પછી હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને આ અપીલ કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ જણાવ્યું હતું કે જો જીવન હોય તો દુનિયા છે. CBSE દ્વારા જાહેર કરાયેલ શેડ્યૂલ મુજબ આ પરીક્ષાઓ 6 મેથી શરૂ થવાની હતી. જો કે આ સમયપત્રક બહાર પાડવામાં આવ્યું ત્યારે દેશમાં કોરોના નિયંત્રણમાં હોવાનું લાગતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.જેના કારણે હાલ આ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બેઠક / CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ યોજાશે કે નહીં ?, PM મોદીએ બોલાવી બેઠક, થોડીવારમાં જાહેરાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…