Not Set/ આરોપીઓને પકડવામાં CCTV નો સિંહફાળો, આવો જાણીએ કેવી રીતે કામ કરે છે

આરોપી ગમે તેટલુ પોતાનાં ગુનાને છુપાવાનો પ્રયત્ન કરે પરંતુ તેની એક ભૂલ તેને જેલનાં સળિયા પાછળ ધકેલી દે છે

Ahmedabad Top Stories Gujarat
rekha 5 આરોપીઓને પકડવામાં CCTV નો સિંહફાળો, આવો જાણીએ કેવી રીતે કામ કરે છે

તહેવારોનાં સમયમાં લોકો જ્યારે પોતાનાં પરિવાર સાથે બહાર ફરવા જાય અથવા તો પોતાનાં વતનમાં જાય તે સમયે ચોર ટોળકી ખાસ સક્રિય થાય છે અને ચોરીનાં ગુનાને અંજામ આપે છે. અમદાવાદમાં પણ છેલ્લાં 10 દિવસમાં અનેક વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હત્યા, લૂંટ, ચોરી જેવા ગુનાઓનાં ડિટેક્શન માટે શહેરમાં લાગેલા 1200 કેમેરા સૌથી વધુ મદદરૂપ થાય છે.

  • ગુનાખોરી અટકાવવા શહેર પોલીસ સજ્જ
  • આરોપીઓને પકડવામાં CCTV નો સિંહફાળો
  • કંટ્રોલરૂમ દ્વારા 1200 કેમેરાનું મોનિટરીંગ
  • હત્યા, લૂંટ અને ચોરીનાં ડિટેક્શનમાં મદદરૂપ

અમદાવાદ શહેર ધીમે ધીમે વિકાસની હરળફાળ ભરવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે, પરંતુ ગુનાખોરીનાં દરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. લૂંટ, હત્યા, ચોરી, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓનો આંકડો સતત વધતો જાય છે.  આ બધા પ્રકારનાં ગુનાઓમાં આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સોથી વધુ મદદરૂપ કડી કોઈ હોય તો તે શહેરમાં તમામ ચાર રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરા છે. આરોપી ગમે તેટલુ પોતાનાં ગુનાને છુપાવાનો પ્રયત્ન કરે પરંતુ તેની એક ભૂલ તેને જેલનાં સળિયા પાછળ ધકેલી દે છે. ત્યારે આ સીસીટીવીની મદદથી આરોપીઓ કઈ રીતે પકડાય છે આવો જાણીયે.

  • અમદાવાદ શહેરની સુરક્ષામાં વધારો કરે છે સીસીટીવી
  • વાહનના નંબરનાં આધારે આરોપી સુધી પહોંચાય છે
  • CCTVમાં દેખાતા આરોપીનું બચવુ બને છે અશક્ય
  • શહેર પોલીસે મોટાભાગનાં ગુના ઉકેલવા લીધી મદદ

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં બનેલી અનેક લૂંટ, બળાત્કાર, ચોરી અને હત્યા જેવી ઘટનાઓમાં પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે ગણતરીનાં કલાકોમાં આરોપી સુધી પહોંચી શકી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ગુજરાત ATS જેવી એજન્સી પણ સીસીટીવીનાં આધારે અનેક ગુનાનાં મૂળ સુધી પહોંચી શકી છે. ત્યારે કંટ્રોલરૂમમાં  કામ કરતા તમામ પોલીસકર્મીઓ સતત પોતાની બાજનજરથી શહેરમાં વોચ રાખતા હોય છે અને શહેરની સુરક્ષા માટે કામ કરે છે.

હાલમાં શહેરનાં અલગ અલગ ચાર રસ્તાઓ પર લાગેલા તમામ સીસીટીવી કેમેરા દિવસ અને રાત બન્ને સમયે કામ કરી શકે તે પ્રકારે લગાવાયા છે. તેવામાં શહેર પોલીસ દ્વારા અમદાવાદનાં નાના-નાના વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાવી સમગ્ર શહેરને પોલીસની નજર હેઠળ સુરક્ષીત રાખવાનાં ઉદ્દેશ્યથી આગામી દિવસોમાં શહેરનાં અન્ય રસ્તાઓ પર પણ કેમેરા લગાવવામાં આવશે.

શિક્ષણનો સેવાયજ્ઞ / જામનગરની મહિલાની પહેલ, ભિક્ષુક બાળકો આ રીતે આપી રહી છે અક્ષર જ્ઞાન

National / દેશમાં કોરોના રસીના 115 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા, 41%થી વધુનું સંપૂર્ણ રસીકરણ

ગોવા વિધાનસભા ચૂંટણી 2022 / મનોહર પર્રિકરના પુત્રની BJPમાં બળવો કરવાની ધમકી, કહ્યું- ટિકિટ નહીં મળે તો…

Corona effect / સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું