Not Set/ પેસેન્જરોની સુરક્ષા માટે GSRTC ની બસોમાં CCTV કેમેરા લગાવવામાં આવશે

અમદાવાદઃ રાજ્યની એસટી બસમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા માટે બસમાં હવે સીસીટીવી લગાવવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે અમદાવાદદથી મોરબી જતી અને અમદાવાદથી અંબાજી જતી બે બસોમાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધી છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો રાજ્યની તમામ બસોમાં કેમેરા લગાવવામાં આવશે. અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ કંટ્રોલરે જણાવ્યું […]

Gujarat

અમદાવાદઃ રાજ્યની એસટી બસમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા માટે બસમાં હવે સીસીટીવી લગાવવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે અમદાવાદદથી મોરબી જતી અને અમદાવાદથી અંબાજી જતી બે બસોમાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધી છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો રાજ્યની તમામ બસોમાં કેમેરા લગાવવામાં આવશે.

અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ કંટ્રોલરે જણાવ્યું કે, લાંબા અંતરની બસોમાં મુસાફરી કરતા પેસેન્જરોના સામાનની ઘણીવાર ચોરી થઈ જતી હોવાની ફરિયાદો મળતી હોય છે. ત્યારે ચોરીની ઘટનાઓ અટકે તેમજ બસમાં કોઈ અસામાજિક તત્વ કોઈ મહિલા કે પેસેન્જરને હેરાન પરેશાન કરે તે માટે નિગમ દ્વારા બસોમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે.

જેમાં એક કેમેરો ડ્રાઈવરની સીટની પાછળના ભાગે જ્યારે બીજો કેમેરો બસમાં પાછળના ભાગે ગોઠવવામાં આવશે. કેમેરાઓ બસની જીપીએસ સિસ્ટમ સાથે જોડી દેવાશે. તેમણે જણાવ્યું કે, હાલ બે બસોમાં લગાવેલા કેમેરાનો રિપોર્ટ જોયા બાદ વોલ્વો, ગુર્જરનગરી, એક્સપ્રેસ સહિત અન્ય બસોમાં તબક્કાવાર કેમેરા લાગશે.