ગુજરાત/ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે બાળકોનો ઉત્સાહ વધાર્યો

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ પણ મહેસાણાની શાળાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 26T160353.944 રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે બાળકોનો ઉત્સાહ વધાર્યો

Gujarat News : રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગમાં 127 બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેરની શાળામાં બાળકોને કંકુ ટીકા કરી પ્રવેશ કરાવ્યો. રાજ્યમાં ચાલતી શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ પણ મહેસાણાની શાળાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની વિવિધ શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં ભાગ લેતા બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો. આ ઉજવણી પ્રસંગે બાળકોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે જીવનમાં શિક્ષણનું મહત્વ વધુ છે. વ્યક્તિત્વ ઘડતરમાં શિક્ષણ મહત્વનો પાયો છે.

જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 26 જૂનથી 28 જૂન દરમ્યાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં અંદાજે 32.33 લાખ જેટલા બાળકોને શાળામાં પ્રવેશ આપવાની યોજના છે. આજે 26 જૂનથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રાજ્યભરમાં આરંભ થઈ રહ્યો છે. આ ત્રિદિવસીય ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ મળે જે તેમને કારર્કિદી ઘડવામાં મદદરૂપ બને તે આ કાર્યક્રમનો ઉદેશ્ય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ