દશાબ્દી મહોત્સવ/ ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

રાજ્ય સરકારે પણ આ સંસ્થાને યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને ત્યાર બાદ હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

Top Stories
દશાબ્દી મહોત્સવ

જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે  દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.  ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામનો દિવ્ય અને ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારહોમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ હાજરી રહી હતી.

આ  દશાબ્દી મહોત્સવ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌને સાથે લઈ આગળ વધવાની નેમને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે ત્યારે રાજ્ય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને ત્યાર બાદ હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ દશાબ્દી મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અનેક રોગોના મૂળમાં રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા ખેત પેદાશ જવાબદાર છે ત્યારે આરોગ્યપ્રદ સમાજ ઉભો કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ આવશ્યક છે.રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે અને તે ઉત્પાદનને ખરીદનાર યોગ્ય બજાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની રહ્યું છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ઉમિયા માતાજી મંદિરના ભવ્ય ઐતિહાસિકને વાગોળ્યો હતો તેમજ ઉમિયાધામ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ રીતે મદદરૂપ થવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીની 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે તુલા કરી આરોગ્યપ્રદ સમાજના નિર્માણ માટે એક નવતર પહેલ કરી હતી.આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામ  વાસજાળીયાએ મંદિર પરિસરના નિર્માણ કાર્યોના દાતાશ્રીઓના નામ જાહેર કર્યા હતા જે દાતાઓનું મુખ્યમંત્રીએ સન્માન કરી અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ વાસજાળીયા,પૂર્વ મંત્રી ચીમન સાપરિયા, ઉમિયા માતાજી મંદિર સંસ્થા – ઉંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજી શેટા, ધારાસભ્ય ધનજી પટેલ તથા ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જીવણ ગોવાણી, મોહન કુંડારિયા, ધનજી પટેલ, મણીભાઈ વાછાણી, જયસુખ પટેલ, અરવિંદ પટેલ, મગન જાવિયા, વજુ માણાવદરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયા સાથે ભારતની નિકાસ બમણી થશે, આ માલસામાનને મળશે ફ્રી એન્ટ્રી 

આ પણ વાંચો :ઇમરાન ખાનની રાજકિય મેદાનમાં જોરદાર કેપ્ટનશીપ,’પ્લાન બી’ વિપક્ષ આઉટ,સુપ્રીમ કોર્ટના શરણે વિરોધ પક્ષ

આ પણ વાંચો : મોંઘવારીના વિરોધમાં શિવસૈનિકો રસ્તા પર,મોદી સરકાર વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન 

આ પણ વાંચો : ગૌતમ અદાણીનો ડંકો , બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ