Research/ કોરોના સંક્રમિત દર્દીની સારવાર માટે સેનોટાઇઝ સ્પ્રે ઉપયોગી

આ પરિક્ષણ દરમિયાન કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી

World
sssss 1 કોરોના સંક્રમિત દર્દીની સારવાર માટે સેનોટાઇઝ સ્પ્રે ઉપયોગી

વિશવભરમાં કોરોના મહામારીએ માઝી મુકી છે. દરેક દેશ કોરોનાની દવા અને વેકસીન માટે પોત પોતાની રીતે પ્રયાસમાં લાગેલા છે. ઘણી બધી રસી તો આવી પણ ગઇ છે. બ્રિટનમાંથી એક સારા સમાચાર જાણવા મળ્યા છે. એક ક્લિનિકલ ટ્રાયલમાં સેનોટાઇઝથી કોરોનાને રોકવામાં ઘણા અંશે સફળતા સાંપડી છે.

સેનોટાઇઝ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને બ્રિટનના એસપોર્ટ એન્ડ પીર્ટસ હોસ્પિટલે કર્યુ છે

સેનેટનોટાઇઝના ઉપયોગથી કોરોના દર્દીના વાયરસની અસર ચોવીસ કલાકમાં 95 ટકા અને 72 કલાકમાં સારો ઘટાડો થાય છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રાયલ બાયોટેક કંપની સેનોટાઇઝ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને બ્રિટનના એસપોર્ટ એન્ડ પીર્ટસ હોસ્પિટલે કર્યુ છે.

આ પરિક્ષણ દરમિયાન કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી

ટ્રાયલ દરમિયાન કોરોના સંક્રમીત 79 દર્દીઓની ઉપર આ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. નેશલ સ્પ્રેના માધ્યમથી થયેલા પરિક્ષણમાં જાણવા મળ્યુ કે, પ્રથમ 24 ક્લાકમાં 95 ટકા અને 72 કલાકમાં 99 ટકા કોરોનાની અસર ઓછી થઇ જાય છે. પરિક્ષણમાં સમાવાયેલા દર્દીઓમાં વધારે દર્દી યુકે વેરીયેટ સંક્રમીત દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પરિક્ષણ દરમિયાન કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.