World News : ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના હૂમલાનો એક રાઉન્ડ પૂરો થયો છે. ઈઝરાયલ પર આરોપ છે કે તેણે સિરીયામાં ઈરાની કોન્સ્યુલેટ પર હૂમલો કર્યો હતો. જેમાં ઈરાનના ટોપ જનરલ સહિત 12 જણા માર્યા ગયા હતા. જેમાં ઈરાને 300 મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયલ પર હૂમલો કર્યો હતો.
હવે એવું લાગે છે કે ઈઝરાયલ તરફથી ગમે ત્યારે ઈરાન પર હૂમલો થઈ શકે છે. બીજીતરફ ઈરાને ધમકી આપી છે કે ઈઝરાયલ જો એવી કોઈ હરકત કરશે તો તે જવાબમાં એવા હથિયારનો ઉપયોગ કરશે જેનો હજી સુધી ઉપયોગ કરાયો નથી.
ઈરાનની આ ધમકીને પરમાણુ હથિયારોના ઉપયોગ સાથે જોડવામાં આવે ચે. ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયલે હૂમલો કર્યો તો અમારી કાર્યવાહીમાં સેકન્ડનો પણ વિલંબ નહી થાય. ઈઝરાયલના મિલેટરી ચીફ હેરજી હલેવીએ કહ્યું કે અમે આગળ શું પગલું ભરવું તેનો વિચાર કરી રહ્યા છીએ. ઈરાનના ઉપ વિદેશ મંત્રી અલી બધેરી કાને કહ્યું કે એવું કંઈ પણ થયું તો ઈરાન તરફથી જવાબ આપવામાં થોડી સેકન્ડ જ લાગશે.
યુધ્ધનો નવો વળાંક લેવાની આસંકા એટલા માટે વધી ગઈ છે કે 24 કલાકમાં બીજી વખત ઈઝરાયલી પીએમ બેન્જામીન નેતન્યાહૂએ વોર કેબિનેટની મિટીંગ બોલાવી છે. જોકે તેમની સરકારે કોઈ એલાન નથી કર્યું પરંતુ તેમના વલણથી આશંકા છે કે ઈરાન પર હૂમલો થઈ શકે છે. ઈઝરાયલના પીએમઓના સુત્રોનું કહેવું છે કે નેતન્યાહૂએ અમેરિકાના અધિકારીઓને કહી દીધું છે કે અમારી રક્ષા માટે જે પણ જરૂરી છે તે પગલું અમે ભરીશું. જ્યારે ઈઝરાયલી મિલેચરી ચીફે કહ્યું હતું કે અમે વિચારી રહ્યા છીએ કે કેવી રીતે જવાબ આપવો. અમારા દેશ પર મિસાઈલ, ક્રુઝ મિસાઈલ અને ડ્રોનથી હૂમલો કરાયો છે. તેનો યોગ્ય જવાબ તો આપવો જ પડશે.
ઈઝરાયલની ચેનલ 12 ના ન્યુઝ મુજબ વોર કેબિનેટમાં ચર્ચા થઈ હતી કે ઈરાનને જવાબ આપવા શું વિકલ્પ ઉપલબ્ધ છે. જોકે એક સાવધાની રાખવામાં આવી રહી છે કે પૂરી રીતે જંગ શરૂ ન થઈ જાય. એવો રસ્તો કાઢવામાં આવી રહ્યો છે કે ઈરાનને જવાબ પણ મળી જાય અને પૂરી રીતે યુધ્ધ પણ ન શરૂ થઈ જાય. ઈઝરાયલની હરકતો જોઈને ઈરાન પહેલેથી તૈયાર છે અને તેણે તેની સીમાઓ પર ખતરનાક હથિયારો ગોઠવી દીધા છે.
આ પણ વાંચો:ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ, ‘નૂરા કુસ્તી’ હોવાનો સંકેત, જાણો હકીકત
આ પણ વાંચો:અમેરિકામાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જાણો કોણે કહ્યું આ તો માત્ર હુમલાની શરૂઆત છે
આ પણ વાંચો:આ ઈરાની મિસાઈલ 400 સેકન્ડમાં ઈઝરાયેલ પહોંચી, આયર્ન ડોમ પણ ફતહ હાઈપરસોનિકને ટ્રેક કરવામાં નિષ્ફળ