YouTube/ યુટુબ વીડિયોના નુસ્કાથી ભાઇ-બહેનનું મોત

ત્રણેય બાળકોને તાવ આવ્યો હતો તેથી તેમણે યુટુબ પર સર્ચ કરીને નુંસ્કો જોયો હતો

India
Untitled 119 યુટુબ વીડિયોના નુસ્કાથી ભાઇ-બહેનનું મોત

સ્વાસ્થ મામલે ગંભીરતા અનિવાર્ય છે કોઇ ઉંટ વૈધુ કરતાં પહેલા વિચારજો તમારો જીવ પણ જઇ શકે છે.  હિમાચલ પ્રદેશના સોલન જિલ્લા નાલાગઢનો જોધોમાં એક પ્રવાસી મહિલાના બે બાળકોના પપૈયાના પાનનું કાઢું પીતા તેમનું મોત નીપજ્યું છે. ભાઇ-બહેનનું મોત થયું છે.

થોડા સમય પહેલા બાળકોને તાવ આવ્યો હતો. તેઓએ યુટુબ વિડીયો પર નુસ્કાં જોતા પપૈયાના પાનનું કાઢું બનાવીને પીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશના ખજૂરિયા ગામની રામદેવી જોધોમાં મજૂરી કરીને ઘરનું ભરણપોષણ કરતી હતી. આ મહિલાને બે દિકરીઓ અને એક છો દિકરો હતો.

થોડા સમય પહેલા આ ત્રણેય બાળકોને તાવ આવ્યો હતો તેથી તેમણે યુટુબ પર સર્ચ કરીને નુંસ્કો જોયો હતો

એક છોકરો અને એક છોકરીનું મોત નીપજ્યું હતું. મહિલાના ભત્રીજાએ કહ્યું  કે થોડા સમય પહેલા આ ત્રણેય બાળકોને તાવ આવ્યો હતો તેથી તેમણે યુટુબ પર સર્ચ કરીને નુંસ્કો જોયો હતો. અને તે પ્રમાણે એટલે કે પપૈયાના પાનનું કાઢું બનાવીને  પીધુ હતુ  તેવી વાત બહાર આવી છે .  કાઢુ પીધા પછી એક છોકરા અને છોકરીનું મૃત્યુ થયુ છે.