Supreme Court/ જીએસટી વસૂલાત માટે કેન્દ્ર બળજબરી ના કરી શકે: સુપ્રિમ કોર્ટ

ખંડપીઠે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે, જીએસટી કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિને સર્ચ અને જપ્તી દરમિયાન ટેક્સની…..

Top Stories India Breaking News
Image 2024 05 09T083000.013 જીએસટી વસૂલાત માટે કેન્દ્ર બળજબરી ના કરી શકે: સુપ્રિમ કોર્ટ

New Delhi:  સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, એમએમ સુંદરેશ અને બેલા ત્રિવેદીની બેન્ચે બુધવારે કેન્દ્ર સરકારને GST વસૂલાત માટે ઉદ્યોગપતિઓ સામે સર્ચ અને જપ્તી કામગીરી દરમિયાન ‘ધમકી અને બળજબરી’નો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓને સ્વેચ્છાએ બાકી રકમ ચૂકવવા માટે સમજાવવામાં આવે. બેન્ચે નિર્દેશ કર્યો કે જીએસટી કાયદા હેઠળ એવી કોઈ જોગવાઈ નથી કે જે અધિકારીઓને બાકી ચૂકવણી માટે બળ કે ધમકીનો ઉપયોગ કરવાની સત્તા આપે.

ખંડપીઠે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે, જીએસટી કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિને સર્ચ અને જપ્તી દરમિયાન ટેક્સની જવાબદારી ચૂકવવાની ફરજ પાડવાની સત્તા આપવામાં આવી નથી. તમારા વિભાગને કહો કે ચુકવણી સ્વૈચ્છિક રીતે થવી જોઈએ અને કોઈ બળનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમારે કથિત ગુનેગારને વિચારવા, સલાહ લેવા અને તેની જવાબદારી પૂરી કરવા માટે ત્રણ-ચાર દિવસનો સમય આપવો પડશે.

સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ, અગાઉ GST કલેકશન દરમિયાન બળના ઉપયોગની શક્યતાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, સર્ચ અને જપ્તી દરમિયાન મોટાભાગની ચૂકવણી સ્વૈચ્છિક રહી છે. તેમણે GST એક્ટ પર દિવસભર ચાલેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે વસૂલાતની બંને પદ્ધતિઓની શક્યતા છે, પરંતુ મોટાભાગની ચૂકવણી સ્વૈચ્છિક રીતે અથવા વકીલ સાથે ચર્ચા કરીને થોડા દિવસો પછી કરવામાં આવે છે. ભૂતકાળમાં આવા કેટલાક ઉદાહરણો હોઈ શકે છે પરંતુ આ સ્ટાન્ડર્ડ નથી.

આના પર બેન્ચે કહ્યું કે ઘણા અરજદારોએ અધિકારીઓ પર સર્ચ અને જપ્તી ઓપરેશન દરમિયાન ધમકીઓ અને બળજબરીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. અમે જાણીએ છીએ કે જે તે વ્યક્તિની સર્ચ અને જપ્તી દરમિયાન શું થાય છે. તમારે સલાહ લેવા અને વિચાર કરવા માટે થોડો સમય કાઢવો પડશે. તમે તેને ધમકીઓ અને ધરપકડના દબાણ હેઠળ રાખી ન શકો.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર, જયરામ રમેશે કહ્યું- ટિપ્પણી અત્યંત ખોટી અને અસ્વીકાર્ય

આ પણ વાંચો:દિલ્હી હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી, ફટકાર્યો એક લાખનો દંડ

આ પણ વાંચો:કોર્ટમાં 13 મહિનાના બાળકને જમીન પર ફેંકી દીધો, જજ રહી ગયા સ્તબ્ધ