Centra Ban PFI/ PFI પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં કેન્દ્ર, જાણો આ પાછળનું કારણ

PFI ની રચના 2006 માં કેરળમાં થઈ હતી અને તેનું મુખ્યાલય દિલ્હીમાં છે. કેન્દ્રીય તપાસ એજન્સી PFIની કથિત નાણાકીય લિંક્સની તપાસ કરી રહી છે…

Top Stories India
Neha Sharma Mantavya 2 PFI પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં કેન્દ્ર, જાણો આ પાછળનું કારણ

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સંસ્થા પર પ્રતિબંધ લગાવી શકે છે. કેરળ સ્થિત વિવાદાસ્પદ સંગઠન પીએફઆઈને દેશભરના વિવિધ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલા રામ નવમી ઉત્સવ દરમિયાન હિંસા અને સાંપ્રદાયિક તણાવ માટે જવાબદાર ગણવામાં આવે છે. જાણકારી અનુસાર સરકાર PFI પર પ્રતિબંધ લગાવવા માટે આ અઠવાડિયે નિર્ણય લઈ શકે છે. કેન્દ્રએ કહ્યું કે પ્રતિબંધને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ અંગે નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે.

ઇસ્લામિક સંગઠન PFI પર પહેલાથી જ ઘણા રાજ્યોમાં પ્રતિબંધ છે, પરંતુ સરકાર હવે કેન્દ્રીય સૂચના દ્વારા સંગઠન પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. ગોવા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રાઓ દરમિયાન ગત સપ્તાહના અંતે હિંસા ફાટી નીકળી હતી. 14 એપ્રિલના રોજ મધ્ય પ્રદેશ બીજેપીના વડા વીડી શર્માએ આરોપ મૂક્યો હતો કે પીએફઆઈએ ખારગોનમાં આગચંપી અને પથ્થરમારો માટે ભંડોળ પૂરું પાડ્યું હતું, જેના કારણે હિંસા બાદ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો.

PFI ની રચના 2006 માં કેરળમાં થઈ હતી અને તેનું મુખ્યાલય દિલ્હીમાં છે. કેન્દ્રીય તપાસ એજન્સી PFIની કથિત નાણાકીય લિંક્સની તપાસ કરી રહી છે જેમાં દેશમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દિલ્હી રમખાણો અને અન્ય કેટલાક કેસોમાં ઉશ્કેરણી કરવામાં આવી છે.