top news/ એર ઇન્ડિયા બાદ આ સરકારી કંપની વેચવાની તૈયારીમાં, મળી રહી છે ફાયનાન્શિયલ બીડ

સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિકસ લિમિટેડની 100 ટકા ભાગીદારી અને મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે ફાયનાન્શિયલ બીડ મળી છે તેવી નાણા મંત્રાલયે જાણકારી આપી છે

Top Stories India
સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની વેચવાની તૈયારી

એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ હવે ભારત સરકાર બીજી એક સરકારી કંપની વેચવાની તૈયારી કરી રહ્યું છે. એર ઇન્ડિયાએ આ બીજી સરકારી કંપની એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની વેચવાની તૈયારી કરી રહ્યું છે અને આ માટે સરકારે તેજ રીતે કવાયત હાથ પણ ધરી દીધી છે. સરકારને આ કંપનીને વેચવા માટે ફાયનાન્શિયલ બીડ પણ હવે મળી રહી છે.

નાણા મંત્રાલયે જાણકારી આપી છે કે, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિકસ લિમિટેડની 100 ટકા ભાગીદારી અને મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે ફાયનાન્શિયલ બીડ મળી છે.

DIPAM ના સચિવ તુહિનકાંત પાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ માટે સરકારને નાણાંકીય બીડ મળી ગયું છે. હવે આ અંગે પણ પ્રતિક્રિયા છેલ્લા તબક્કામાં છે.

EOI ની શરતો મુજબ ખરીદનારી કંપની પાસે માર્ચ,2019 સુધી ઓછામાં ઓછું 50 કરોડ નેટવર્થ હોવું જરૂરી છે અને આવનારા ત્રણ વર્ષો સુધી તેનો કોઈપણ ભાગ બીજા કોઈને વેચી શકશે નહીં.

નોંધનીય છે કે, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ કંપની કેન્દ્ર સરકારની એન્જીનીયરિંગ કંપની છે. CEL ની ફેક્ટરી યુપીના ગાજિયાબાદના સાહિદાબાદમાં સ્થિત છે. આ કંપની સોલાર ફોટોવોલ્ટેઇક્સ,ફેરીટીઝ અને પીઝો સિરામિક્સ બનાવે છે. વર્ષ 1977માં પહેલીવાર ભારતમાં સોલાર સેલ અને 1978માં સોલાર પેનલ CEL દ્વારા બનાવવામાં આવી હતી.

CEL એ ભારતમાં પહેલીવાર 1992માં સોલાર પ્લાન્ટની સ્થાપના કરી હતી. વર્ષ 2015માં ક્રિસ્ટીલિન ફ્લેક્સિબલ સોલાર પેનલનું ઉત્પાદન કર્યું હતું, જેનો ઉપયોગ ટ્રેનની છત પર સોલાર પેનલ લગાવી ઉર્જા ઉત્પાદન કરવામાં આવે છે. જોકે કંપની સતત નુકસાનમાં જતી હોવાથી તેણે વેચવાનો નિર્ણય કર્યો છે.