Happy Birthday Amitabh Bachchan/ મહાનાયક અભિતાભ બચ્ચન 80મા જન્મદિવસ નિમિત્તે મધરાત્રે ‘જલસા’માંથી બહાર આવી ચાહકોનું અભિવાદન કર્યું,વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચને હંમેશા તેમના ચાહકોનું ધ્યાન રાખ્યું છે અને તેમણે તેમના 80માં જન્મદિવસ પર પણ એવું જ કર્યું હતું

Top Stories Entertainment
12 9 મહાનાયક અભિતાભ બચ્ચન 80મા જન્મદિવસ નિમિત્તે મધરાત્રે 'જલસા'માંથી બહાર આવી ચાહકોનું અભિવાદન કર્યું,વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસની ઉજવણી માટે તેમના ઘર જલસાની બહાર ભારે ભીડ ઉમટી પડી હતી. અમિતાભ બોલિવૂડના એવા સ્ટાર છે જેમણે ફિલ્મી દુનિયામાં જેટલું નામ કમાવ્યું છે એટલું જ તેમના ચાહકોનો અભિવાદન સ્વીકાર્યું હતું.  અમિતાભ બચ્ચને હંમેશા તેમના ચાહકોનું ધ્યાન રાખ્યું છે અને તેમણે તેમના 80માં જન્મદિવસ પર પણ એવું જ કર્યું હતું. મધરાતે અમિતાભ પોતાના ચાહકો માટે ‘જલસા’નો દરવાજો ખોલીને બહાર આવ્યા અને ચાહકોની વચ્ચે ઊભા રહ્યા.

અમિતાભ બચ્ચનનો પ્રિ બર્થ ડે નાઈટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બ્લુ ચેક જેકેટમાં જોવા મળી રહ્યા છે અને તેમણે કેપ પણ પહેરી છે. અમિતાભ બચ્ચન સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ હતી. અમિતાભ પોતાના બંગલામાંથી બહાર આવ્યા અને પહેલાથી હાજર ભીડને બંને હાથ જોડીને અભિવાદન કર્યું.

અમિતાભ બચ્ચનને જોઈને ત્યાં ઉભેલા ચાહકોનો ઉત્સાહ જોવા જેવો હતો. લોકો તેમને જોઈને ચીસો પાડી રહ્યા હતા અને સીટીઓ વગાડી રહ્યા હતા. પુત્રી શ્વેતા ત્યાં તેના પિતા સાથે ઉભી રહી હતી અને તેણે ત્યાં હાજર ફેન્સનું અભિવાદન પણ કર્યું હતું.

શ્વેતા બચ્ચને પણ અડધી રાતે પાપા માટે ખૂબ જ સુંદર પોસ્ટ કરી છે, જેમાં એક અદ્ભુત કવિતા લખીવ હતી,અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થયા છે.