Gujarat Weather/ આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના

હવામાન ખાતાની આગાહી મુજબ 15મી જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે……..

Top Stories Gujarat Breaking News
Image 2024 06 07T100649.032 આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના

Gujarat Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. 7 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થતાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદથી ગરમીમાં રાહત થતાં લોકો હાશકારો અનુભવશે.

હવામાન ખાતાની આગાહી મુજબ 15મી જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચતાં લોકોને ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. 30મેના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી. પશ્ચિમ ઘાટમાં આવેલા વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે.

ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 થી 15 જૂન સુધીમાં મેઘો આવશે તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ રહેશે. 11 જૂનથી રાજ્યમાં અન્ય જીલ્લાઓમાં પણ વરસાદ વરસશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ