Not Set/ હરિયાણા : એક જ પરિવારના ૪ લોકોની હત્યા, વૃદ્ધ સહિત ત્રણ બાળકો શામેલ

પંચકુલા હરિયાણામાં પંચકુલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહે રહેતા એક જ પરિવારના ૪ લોકોની હત્યા કરી દેવામાં આવી છે.મરનાર લોકોમાં ૩ બાળકો અને ૧ મહિલા શામેલ છે. શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.હત્યાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી ગઈ હતી અને ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી છે.પોલીસે ફોરેન્સિક ટીમને પણ […]

India Trending
murder homicide 2 હરિયાણા : એક જ પરિવારના ૪ લોકોની હત્યા, વૃદ્ધ સહિત ત્રણ બાળકો શામેલ

પંચકુલા

હરિયાણામાં પંચકુલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહે રહેતા એક જ પરિવારના ૪ લોકોની હત્યા કરી દેવામાં આવી છે.મરનાર લોકોમાં ૩ બાળકો અને ૧ મહિલા શામેલ છે.

શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.હત્યાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી ગઈ હતી અને ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી છે.પોલીસે ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલા ૬૫ વર્ષીય રાજબાલા છે. મૃતક બાળકોમાં ૧૬ વર્ષીય દીવાંશુ, ૧૨ વર્ષીય વંશ અને ૧૮ વર્ષીય એશ્વર્યા શામેલ છે.

મૃતક મહિલા આ ત્રણ લોકોની દાદી હતી.આ ચારેયની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

મૃતક ત્રણેય બાળકો અભ્યાસ કરતા હતા. ૧૬ વર્ષીય દીવાંશુ દશમાં ધોરણમાં, ૧૨ વર્ષીય વંશ છઠ્ઠા ધોરણમાં અને ૧૮ વર્ષીય એશ્વર્યા રાયપુરમાં રાણી ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી.