અકસ્માત/ સાબરકાંઠાના નવલપુર ગામે વીજળી પડતાં યુવાનનું મોત

નવલપુર ગામે રહેતા પ્રભાતભાઈ રબારીના મોટા દીકરો ૨૭ વર્ષીય સંજય રબારી જેનું લગ્ન એક વર્ષ પહેલા થયું હતું.

Gujarat Others Trending
વીજળી

સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શનિવારે બપોરે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ દરમિયાન સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના નવલપુર ગામના પરણિત યુવાનનું વીજળી ત્રાટકતા મોત નીપજ્યું હતું. આ અંગે તલાટીએ પંચનામું કરીને તાલુકા પંચાયતમાં જાણ કરી હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠામાં ભારે..

વધુ વિગત અનુસાર નવલપુર ગામે રહેતા પ્રભાતભાઈ રબારીના મોટા દીકરો ૨૭ વર્ષીય સંજય રબારી જેનું લગ્ન એક વર્ષ પહેલા થયું હતું. શનિવારે સંજય રબારી ઢોર ચરાવવા ગામની સીમમાં આવેલ બાવાના તળાવ નજીક ગયો હતો ત્યારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ દરમ્યાન વીજળી પડતા પરણિત યુવાન સંજયનું મોત નીપજ્યું હતું. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના અંગે ગામમાં પરિવારજનને જાણ કરી હતી. ત્યારબાદ ગ્રામજનો ઘટના સ્થળે પહોચી સંજયના મૃતદેહને ઘરે લાવ્યા હતા જ્યાં પરિવારજનોએ રો કક્કળ મચાવી દીધી હતી. ઘટના અંગે ગામના તલાટી ઘટના સ્થળે પહોચી પંચનામું કરી તાલુકા પંચાયત કચેરી જાણ કરી હતી .

આ અંગે નવલપુરના તલાટી બીપીન સુથાર અને હિમતનગ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ કોમલ રાઠોડે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોચી પંચનામું કરીને તાલુકા પંચાયત કચેરી જાણ કરી હતી અને પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનનું બજેટ 10 વર્ષમાં થયું 4 ગણું અને ખાડા થયા 40 ગણા