Not Set/ Chandrayaan 2 : વિક્રમ લેન્ડરનો સંપર્ક ઈસરો કંટ્રોલ રૂમથી છેલ્લી ક્ષણોમાં કેમ તૂટ્યો, જાણો કારણ

ચંદ્રયાન 2 નો લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતો ત્યારે જ તેનો ઇસરોનાં કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને આખો કંટ્રોલરૂમ અંધકારમય થઈ ગયો. આ વિશે માહિતી આપતા ઇસરોના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, અગાઉ અમને લાગ્યું હતું કે થ્રસ્ટરથી ઓછી શક્તિ મળવાનાં કારણે આવું થયું છે, પરંતુ કેટલીક પ્રાથમિક તપાસ સાથે […]

Top Stories India

ચંદ્રયાન 2 નો લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતો ત્યારે જ તેનો ઇસરોનાં કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને આખો કંટ્રોલરૂમ અંધકારમય થઈ ગયો. આ વિશે માહિતી આપતા ઇસરોના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, અગાઉ અમને લાગ્યું હતું કે થ્રસ્ટરથી ઓછી શક્તિ મળવાનાં કારણે આવું થયું છે, પરંતુ કેટલીક પ્રાથમિક તપાસ સાથે એવું લાગે છે કે એક થ્રસ્ટરે અપેક્ષા કરતા વધારે થ્રસ્ટ લગાવી દીધુ.

અવકાશયાનનો માર્ગ થ્રસ્ટર દ્વારા બદલવામાં આવતો હોય છે. તે વાહનમાં સજ્જ એક નાનું રોકેટ એન્જિન છે જેનો ઉપયોગ વાહનની ઊંચાઈ ઘટાડવા અને વધારવા માટે કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઉતરાણ દરમિયાન આ દબાણ વધુ પડ્યો હતો જેના કારણે વિક્રમ પોતાનો રસ્તાથી ભટકી ગયુ હતુ. આપને જણાવી દઇએ કે, ચંદ્રયાન-2 નાં લેંડર ‘વિક્રમે’ ચંદ્ર પર ઉતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. જ્યારે ચંદ્રની સપાટીથી લેન્ડર 2.1 કિમીની ઊંચાઈ પર હતો ત્યારે જ અચાનક તેનો સંપર્ક તૂટી ગયો. રાત્રિનાં એક વાગ્યાની આસપાસ લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચંદ્ર પર ઉતરતી વખતે, તેનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક 2.1 કિ.મી.ની ઊંચાઇએ તૂટી ગયો. ‘વિક્રમે’ સફળતાપૂર્વક ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઇન બ્રેકિંગ’ તબક્કા પૂર્ણ કર્યા, પરંતુ ‘સોફ્ટ લેન્ડિંગ’ પહેલાં તેનો પૃથ્વી પરનાં સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. આ સાથે વૈજ્ઞનિકો અને દેશનાં લોકોનાં ચહેરા પર નિરાશાની રેખાઓ ફેલાઈ ગઈ હતી.

મિશન ચંદ્રયાન 2 ની અંતિમ ક્ષણોમાં, વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હોવા છતાં, ઓર્બિટર હજી પણ ચંદ્રમાનું ચક્કર લગાવી રહ્યો છે. ઓર્બિટર જેમાંથી લેન્ડરને અલગ કરવામાં આવ્યું હતું તે હજુ પણ ચંદ્રની સપાટીથી 119 કિ.મી.થી 127 કિ.મી.ની ઊંચાઇએ ફરી રહ્યુ છે. ઓર્બિટર સાથે 8 પેલોડ્સ છે જેનું વજન 2,379 કિલો છે અને તે એક વર્ષ સુધી કામ કરશે. એટલે કે, લેન્ડર અને રોવરની સ્થિતિ ન જાણી શકાતા પણ આ મિશન ચાલુ રહેશે. 8 પેલોડ્સમાં વિવિધ કામો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.