Not Set/ ચંદ્રયાન 2 આજે બપોરે 2:43 વાગ્યે થશે લોન્ચ, કરવામા આવ્યા છે આટલા ફેરફાર

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) નું બીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-2 આજે 22 જુલાઈનાં રોજ બપોરે 2:43 વાગ્યે દેશનાં સૌથી શક્તિશાળી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવામા આવશે. આ સાથે ચંદ્રનાં દક્ષિણ ધ્રૂવ સુધી પહોચવા માટે ચંદ્રયાન-2 ની 48 દિવસની યાત્રા શરૂ થઇ જશે. અંદાજે 16:23 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીથી લગભગ 182 કિ.મી.ની ઉચાઈ પર GSLV-MK3 રોકેટથી અલગ થઇને […]

Top Stories India
Isro gslv ચંદ્રયાન 2 આજે બપોરે 2:43 વાગ્યે થશે લોન્ચ, કરવામા આવ્યા છે આટલા ફેરફાર

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) નું બીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-2 આજે 22 જુલાઈનાં રોજ બપોરે 2:43 વાગ્યે દેશનાં સૌથી શક્તિશાળી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવામા આવશે. આ સાથે ચંદ્રનાં દક્ષિણ ધ્રૂવ સુધી પહોચવા માટે ચંદ્રયાન-2 ની 48 દિવસની યાત્રા શરૂ થઇ જશે. અંદાજે 16:23 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીથી લગભગ 182 કિ.મી.ની ઉચાઈ પર GSLV-MK3 રોકેટથી અલગ થઇને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવશે.

ઈસરોનાં વૈજ્ઞાનિકોએ 15 જુલાઈની લોન્ચિંગની તુલનામાં આજે થવાની લોન્ચિંગમાં ઘણા ફેરફારો કર્યા છે. ઈસરોનાં અધ્યક્ષ કે સિવને રવિવારે જણાવ્યું હતુ કે, રવિવારે સાંજે 6:43 કલાકથી ચંદ્રયાન-2નાં લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ કાઉન્ટ ડાઉન દરમિયાન રોકેટ અને અંતરિક્ષયાન પ્રણાલીની તપાસ થઈ રહી છે અને રોકેટનાં એન્જિનને શક્તિ આપવા માટે ઈંધણ ભરાઈ રહ્યું છે. નોંધનીય છે કે આ અગાઉ ચંદ્રયાન-2ને લઈને GSLV-MK3 રોકેટ 15 જુલાઈનાં રોજ વહેલી સવારે 2:51 કલાકે ઉડાણ ભરવાનું હતું. પરંતુ ટેક્નિકલ ખામીનાં કારણે રોકેટનાં લોન્ચિંગનાં લગભગ એક કલાક પહેલા જ ઉડાણ સ્થગિત કરવામાં આવી હતી.

ઈસરોના ચીફ કે સિવને જણાવ્યુ કે, પહેલાનાં લોન્ચિંગ વખતે જે ટેક્નિકલ ખામી સામે આવી હતી તેને દૂર કરી દેવાઈ છે.  આપને જણાવવાનું કે આ અગાઉ 15 જુલાઈનાં રોજ ચંદ્રયાન 2નાં લોન્ચિંગ વખતે ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. લોન્ચિંગનાં લગભગ એક કલાક પહેલા જ લોન્ચિંગ ટાળવામાં આવ્યુ હતું. ઈસરોએ ટ્વીટ  કરીને કહ્યું હતું કે ટેક્નિકલ ખામીનાં કારણે 15 જુલાઈ 2019નાં રોજ રોકાયેલું ચંદ્રયાન 2નું લોન્ચિંગ હવે ભારતીય સમય  મુજબ સોમવારે 22 જુલાઈ 2019નાં રોજ બપોરે 2:43 કલાકે નક્કી કરાયું છે.

15 જુલાઈનાં લોન્ચિંગમાં અને 22 જુલાઈનાં લોન્ચિંગમાં શું આવ્યા ફેરફાર

પૃથ્વી ઓર્બિટ પર જવાનો સમય લગભગ એક મિનિટ સુધી વધારવામાં આવ્યો.

22 જુલાઈ: ચંદ્રયાન -2 હવે 974.30 સેકંડ (લગભગ 16.23 મિનિટ) માં પૃથ્વીથી 181.65 કિ.મી.ની ઉચાઈ સુધી પહોંચશે.

15 જુલાઈ: ચંદ્રયાન-2 ને ત્યારે 973.70 સેકંડ (આશરે 16.22 મિનિટ) માં પૃથ્વીથી 181.61 કિ.મી. જવાનું હતું.

પૃથ્વીની આસપાસ અંડાકાર પરિભ્રમણમાં ફેરફારો, એપોજીમાં 60.4 કિમીનું અંતર

22 જુલાઈ: ચંદ્રયાન-2 લોન્ચ પછી પૃથ્વીની ચારે દિશાઓમાં અંડાકાર ભ્રમણકક્ષામાં ચક્કર લગાવશે. તેની પેરિજી (પૃથ્વીથી ઓછુ અંતર) 170 કિ.મી. અને એપોજી (પૃથ્વી કરતાં વધારે અંતર) 39,120 કિ.મી. હશે.

જુલાઈ 15: ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું હોત, તો તેનું પેરિજી 170.06 કિલોમીટર અને એપોજી 39,059.60 કિલોમીટર હોત. એટલે કે, 60.4 કિમીનો તફાવત એપોજીમાં લાવવામાં આવ્યો છે. એટલે કે, પૃથ્વીની ચારેદિશામાં લાગનાર ચક્કર ઓછુ કરવામા આવશે.

ચંદ્રન –2 ની ચંદ્રમાં પહોચવાનાં સમયમાં કરવામા આવ્યો 6 દિવસનો ઘટાડો

જો ચંદ્રયાન-2 સફળતાપૂર્વક જુલાઈ 15 નાં રોજ લોન્ચ કરવામાં આવ્યું હોત, તો તે 6 સપ્ટેમ્બરનાં રોજ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરતુ. પરંતુ આજે લોન્ચ થયા પછી ચંદ્રયાન-2 ને ચંદ્ર સુધી પહોંચવા 48 દિવસનો સમય લાગશે. એટલે કે, ચંદ્રયાન-2 ચંદ્ર 6 અથવા 7 સપ્ટેમ્બરે પહોંચશે. ઈશરો વૈજ્ઞાનિક આ માટે, ચંદ્રયાન-2ને પૃથ્વીની ચારે દિશા તરફનાં પરિભ્રમણમાં કાપ થશે. સંભવતઃ હવે ચંદ્રયાન-2 પૃથ્વીનાં 5 ની જગ્યાએ 4 ચક્કર જ લગાવશે.

ચંદ્રયાન-2 વેલોસિટીમાં 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરાયો

ચંદ્રયાન-2 આજે એટલે કે, 22 મી જુલાઇનાં રોજ લોન્ચ કર્યા બાદ  હવે તે ચંદ્ર તરફ ઝડપથી આગળ વધશે. હવે તેની ઝડપ 10305.78 મીટર પ્રતિ સેકન્ડ થશે. 15 મી જુલાઇએ લોન્ચ થયુ હોત તો, તે ચંદ્ર10,304.66 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચંદ્ર તરફ જતુ. એટલે કે તેની ઝડપ 1.12 મીટર પ્રતિ સેકન્ડ વધારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.