Not Set/ છત્તીસગઢ: સુરક્ષાદળો સાથેની અથડામણમાં સાત નક્સલીઓ ઠાર

  રાજનંદ છત્તીસગઢમાં ફરી એકવાર નકસલવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ થઇ છે.છત્તીસગઢના રાજનાંદગામમાં શનિવારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રૂપ (ડીઆરજી)ના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં  સાત નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. છત્તીસગઢના રાજનંદ ગામના બગનાદી પોલિસ સ્ટેશન પાસે આ એન્કાઉન્ટર થયું હતું.ઓપરેશન પછી નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં ગોળા-બારૂદ મળી આવ્યા છે. છત્તીસગઢના પોલીસ સુપ્રિટેન્ડન્ટ […]

Top Stories
Naxalites encountered1 છત્તીસગઢ: સુરક્ષાદળો સાથેની અથડામણમાં સાત નક્સલીઓ ઠાર

 

રાજનંદ

છત્તીસગઢમાં ફરી એકવાર નકસલવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ થઇ છે.છત્તીસગઢના રાજનાંદગામમાં શનિવારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રૂપ (ડીઆરજી)ના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં  સાત નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

છત્તીસગઢના રાજનંદ ગામના બગનાદી પોલિસ સ્ટેશન પાસે આ એન્કાઉન્ટર થયું હતું.ઓપરેશન પછી નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં ગોળા-બારૂદ મળી આવ્યા છે.

છત્તીસગઢના પોલીસ સુપ્રિટેન્ડન્ટ ડીએમ અવસ્થીના કહેવા પ્રમાણે ડીસ્ટ્રીક્ટ રીઝર્વ ગાર્ડના જવાન શનિવારે સવારે 8 વાગે બાગનદી વિસ્તારમાં સર્ચિંગ માટે નીકળ્યા હતા. આ દરમિયાન જવાનોને મહારાષ્ટ્ર સીમાથી શેરપાર અને સીતાગોટા વચ્ચે પડાહોમાં નક્સલીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.સીતાગોટાના જંગલોમાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી.આ કાર્યવાહીમાં સાત નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે.

જવાનોએ નક્સલીઓની લાશનો કબજો મેળવી લીધો છે. નક્સલીઓ પાસેથી એકે-47 રાઇફલ સહિત મોટી માત્રામાં દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

નક્સલીઓના ઠાર મરાયા બાદ આ વિસ્તારોમાં બીજો કોઇ અનીચ્છનીય બનાવ ના બને તે માટે પોલિસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે.