Not Set/ જમ્મુ-કાશ્મીરમાં શું રંધાઇ રહ્યુ છે, કેન્દ્ર સરકાર આપે જવાબ : ઉમર અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સનાં નેતા અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યમાં અતિરિક્ત સુરક્ષા દળોની તૈનાતી પર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રાને વચ્ચે રોકી શ્રદ્ધાળુઓ સહિત પર્યટકોને રાજ્યથી બહાર જવાનો નિર્દેશ સમજણથી પરેય છે. સાથે તેમણે કહ્યુ કે, અહી જુદી જુદી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. જો કે, અમે કોઈપણ પ્રકારનાં […]

India
nf1m3e6 omar abdullah જમ્મુ-કાશ્મીરમાં શું રંધાઇ રહ્યુ છે, કેન્દ્ર સરકાર આપે જવાબ : ઉમર અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સનાં નેતા અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યમાં અતિરિક્ત સુરક્ષા દળોની તૈનાતી પર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રાને વચ્ચે રોકી શ્રદ્ધાળુઓ સહિત પર્યટકોને રાજ્યથી બહાર જવાનો નિર્દેશ સમજણથી પરેય છે. સાથે તેમણે કહ્યુ કે, અહી જુદી જુદી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. જો કે, અમે કોઈપણ પ્રકારનાં ષડયંત્રને સફળ થવા દેશું નહીં. નેશનલ કોન્ફરન્સ પહેલેથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે રાજ્યમાં કોઈપણ પ્રકારની ગડબડી અથવા કોઈપણ પરિવર્તન સ્વીકારવામાં આવશે નહીં. જો કે, આ સંદર્ભે રાજ્યપાલ સત્યપાલ મલિકથી લઈને પીએમ નરેન્દ્ર મોદી સુધીએ આવું કંઈ નહીં કરવાનું આશ્વાસન આપ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં અતિરિક્ત સુરક્ષા દળોની તૈનાતી ઉપરાંત અમરનાથ યાત્રાને રદ્દ કરવાને કારણે અહી મૂંઝવણની સ્થિતિ પ્રવર્તી છે. વળી આ ઓછુ હતુ કે મોટું થવાની અફવાઓ પણ સામે આવી રહી છે જેમ કે, કલમ 370 અથવા 35એ દૂર કરવી. આ સ્થિતિમાં વાસ્તવિકતા જાણવા માટે નેશનલ કોન્ફરન્સનાં નેતા અને રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા શનિવારે રાજ્યપાલ સત્યપાલ મલિકને મળવા એક પ્રતિનિધિમંડળ સાથે પહોંચ્યા હતા. ટૂંકી મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યારે પ્રવર્તતી પરિસ્થિતિ વિશે અમે જાણવા માંગ્યું ત્યારે એવું કહેવામાં આવે છે કે કંઈક થવાનું છે. પરંતુ શું થવાનું છે તેના પર કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી.

આ સાથે ઉમર અબ્દુલ્લાએ માંગ કરી હતી કે, સોમવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અંગેનું નિવેદન બહાર પાડીને આ મુદ્દા પર રાજ્યની અસાધારણ પ્રવૃત્તિઓ અંગે સ્પષ્ટીકરણ આપવુ જોઈએ. સરકારે જણાવવું જોઈએ કે અમરનાથ યાત્રાને રદ કરવા સહિત, પ્રવાસીઓને રાજ્યની બહાર નિકળી જવા એડવાઇજરી જાહેર કરવાનુ કારણ શું હોઈ શકે છે. અમે સંસદમાં સરકારની તરફથી ખાતરીની માંગ કરી રહ્યા છીએ કે રાજ્યનાં લોકોને ડરવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.