છત્તીસગઢ/ 21 વર્ષ બાદ આ વ્યક્તિએ કપાવી દાઢી, કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ

ગુપ્તાએ એમસીબી જિલ્લાના કલેક્ટરને પ્રથમ મેમોરેન્ડમ સોંપ્યું. જેમાં તેમણે લખ્યું છે કે, ‘મેં વચન લીધું હતું કે જ્યાં સુધી મહેન્દ્રગઢ-ચિરમીરી-ભરતપુર જિલ્લો નહીં બને ત્યાં સુધી હું દાઢી નહીં કાપીશ….

India Trending
દાઢી

છત્તીસગઢમાં એક વ્યક્તિએ 21 વર્ષ બાદ દાઢી કપાવી છે. હકીકતમાં, તેમણે મહેન્દ્રગઢ-ચિરમીરી-ભરતપુર (MCB) નવો જિલ્લો ન બને ત્યાં સુધી દાઢી નહીં કાપવાની પ્રતિજ્ઞા લીધી હતી. શુક્રવારે જ્યારે એમસીબીને છત્તીસગઢ સરકાર દ્વારા રાજ્યના 32મા જિલ્લા તરીકે માન્યતા આપવામાં આવી ત્યારે તેમનો સંકલ્પ પૂરો થયો.

આ વ્યક્તિનું નામ રામશંકર ગુપ્તા છે, જે આરટીઆઈ કાર્યકર્તા છે અને મહેન્દ્રગઢનો રહેવાસી છે. મહેન્દ્રગઢ-ચિરમીરી-ભરતપુરને નવો જિલ્લો બનાવવાની જાહેરાત ગયા વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવી હતી અને ગુપ્તાએ 21 વર્ષ પછી પોતાની દાઢી કાપી હતી. જોકે, નવા જાહેર કરાયેલા જિલ્લાનું ઉદ્ઘાટન થતાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ગુપ્તાએ તેમના સંકલ્પ હેઠળ ફરી એક વર્ષ સુધી દાઢી ન કાપી. શુક્રવારે ઠરાવ પૂરો થતાં, તેણે પોતાનું ક્લીન શેવ કરાવ્યું હતું.

ગુપ્તાએ એમસીબી જિલ્લાના કલેક્ટરને મેમોરેન્ડમ આપ્યું હતું

ગુપ્તાએ એમસીબી જિલ્લાના કલેક્ટરને પ્રથમ મેમોરેન્ડમ સોંપ્યું. જેમાં તેમણે લખ્યું છે કે, ‘મેં વચન લીધું હતું કે જ્યાં સુધી મહેન્દ્રગઢ-ચિરમીરી-ભરતપુર જિલ્લો નહીં બને ત્યાં સુધી હું દાઢી નહીં કાપીશ. જો મહેન્દ્રગઢ-ચિરમીરી-ભરતપુર જિલ્લો ન બન્યો હોત તો હું ક્યારેય દાઢી ન કાપી શકત. આ 40 વર્ષનો સંઘર્ષ છે. જે લોકો ખરેખર જિલ્લા માટે લડ્યા હતા તેઓ હવે આ દુનિયામાં નથી. જોકે હવે તેમની આત્માને શાંતિ મળશે.

છત્તીસગઢમાં 2 નવા જિલ્લાઓની રચના, સંખ્યા થઇ 33

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શુક્રવારે રાજ્યમાં બે નવા જિલ્લાની રચનાને મંજૂરી આપી દીધી છે. આ સાથે રાજ્યમાં કુલ જિલ્લાઓની સંખ્યા હવે 33 થઈ ગઈ છે. રાજ્યના જનસંપર્ક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન બઘેલે બે નવા જિલ્લા મહેન્દ્રગઢ-ચિરમીરી-ભરતપુર અને શક્તિની રચનાને મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે લગભગ ચાર વર્ષના શાસન દરમિયાન રાજ્યમાં છ નવા જિલ્લાઓ, 85 નવા તાલુકાઓ, ઘણા પેટા વિભાગો અને ઉપ-તહેસીલોની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો:મંતવ્યના મંચ પર મંત્રીઓનું મંથન….

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,આજે નવા કોરોનાના 5 હજારથી વધુ કેસ

આ પણ વાંચો:રાજકોટના મેટોડા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત