Not Set/ છોટા રાજનને હોટલ માલિક હત્યા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો

મુંબઇની વિશેષ અદાલતે હોટેલ માલિક બીઆર શેટ્ટીની હત્યામાં રાજેન્દ્ર નિખલજે ઉર્ફે છોટા રાજન સહિત પાંચ અન્ય આરોપીઓને દોષી ઠેરવ્યા છે. સજાની જાહેરાત બુધવારે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2012 માં હોટલ માલિક બી.આર. શેટ્ટીની હત્યા કરવામાં આવી હતી. અંડરવર્લ્ડ ડોન છોટા રાજન હાલમાં તિહાડ જેલમાં બંધ છે. મુંબઈની વિશેષ અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન મંગળવારે […]

Top Stories India
rajan છોટા રાજનને હોટલ માલિક હત્યા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો

મુંબઇની વિશેષ અદાલતે હોટેલ માલિક બીઆર શેટ્ટીની હત્યામાં રાજેન્દ્ર નિખલજે ઉર્ફે છોટા રાજન સહિત પાંચ અન્ય આરોપીઓને દોષી ઠેરવ્યા છે. સજાની જાહેરાત બુધવારે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 2012 માં હોટલ માલિક બી.આર. શેટ્ટીની હત્યા કરવામાં આવી હતી. અંડરવર્લ્ડ ડોન છોટા રાજન હાલમાં તિહાડ જેલમાં બંધ છે. મુંબઈની વિશેષ અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન મંગળવારે છોટા રાજનને આર્મ્સ એક્ટ હેઠળ ગુનાહિત કાવતરું, હત્યા, ખૂનનો પ્રયાસ અને ૨૦૧૨ ના બીઆર શેટ્ટી શૂટ-આઉટ કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચાર્જશીટ દાખલ  કરી હતી.

છોટા રાજન ભારતના સૌથી મોટા ક્રાઇમ સિન્ડિકેટનો બોસ રહ્યો છે. છોટા રાજન અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની પણ નજીક રહ્યો છે. નાનો ચોરી અને દારૂની દાણચોરીથી શરૂ કરીને છોટા રાજન અગાઉ રાજન નાયર માટે કામ કરતો હતો, જેને બડા રાજન તરીકે પણ ઓળખાય છે. બડા રાજનની મોત બાદ છોટા રાજને ગેંગનો કબજો લીધો હતો. ત્યારબાદ તે દાઉદ સાથે જોડાયો. તે 1988 માં દુબઇ ભાગી ગયો હતો. તેની સામે ખંડણી, હત્યા, દાણચોરી, ડ્રગ હેરફેર અને ફિલ્મ ફાઇનાન્સના અનેક કેસ છે. આ ઉપરાંત, તે અન્ય ઘણા ગુનાહિત કેસોમાં પણ વોન્ટેડ છે, જેમાં 17 હત્યા અને હત્યાના પ્રયાસ છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ 1996 માં છોટા રાજને દાઉદથી પોતાને અલગ  કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.